રાહુલે મહોબામાં જમીન પર બેસી ખેડૂતો સાથે ચર્ચા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાંસી: ખેડૂત યાત્રા લઇને બુંદેલખંડ પહોંચેલ રાહુલ ગાંધીએ શનિવારે મહોબામાં ખાટ સભા કરી હતી. રાહુલે જમીન પર બેસીને લોકો સાથે વાતચીત કરી અને બાળકો સાથે ફોટો પડાવ્યા હતા. આલ્હા ચોક પર બુંદેલી સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી અને વીજળી માટે આંદોલન કરી રહેલા ખેડૂતોની સમસ્યા સાંભળી. સમાજ સંયોજક પારસનાથે જણાવ્યું કે, યુપી અને એમપી વચ્ચે મહોબા આવે છે.
અહીંયાનો વિકાસ સારી રીતે થઇ રહ્યો નથી. મહોબામાં એઇમ્સ જેવી સંસ્થા ખોલવા માટેની માંગણી કરી હતી. રાહુલે સ્વતંત્રતા સેનાનીઓના ઘરે જઇને તેમની મુલાકાત કરી હતી. આ પછી પનવાડીમાં ખાટ સભાનું કરી હતી. ખેડૂત યાત્રાના દશમાં દિવસે રાહુલ મહોબામાં ગ્રામીણ અચ્છેલાલના ઘરે પહોંચ્યા. 2008માં તે આ ગ્રામીણના ત્યાંજ રોકાયા હતા. મહોબા પછી મઉરાનીપુર પહોંચેલા રાહુલે કહ્યું, મોદીજીએ લોકોના 15 લાખ ચૂકવ્યા નથી. તેમણે માલ્યા અને લલિત મોદી દેશના પૈસા લઇને ભાગી ગયા છે. જો તે અમીરોનું દેવુ માફ કરી શકે તો ગરીબોનું કેમ નહીં. અહીંયાથી તે ઝાંસી માટે રવાના થયા હતા.
આજે ઝાંસીમાં રોડ શો

રાહુલ ઝાંસીમાં રાત્રી રોકાણ પછી 18 સપ્ટેમ્બરે સવારે મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમાને હાર પહેરાવ્યા બાદ 11 વાગ્યે રોડ શો કરશે. તેમનો કાફલો કોતવાલી, ગંદી ગર કા ટપરા, બડા બજાર, સુભાષગંજ, ઓરછા ગેટ, સૈંયર ગેટ અને ખુશી પુરા જશે. તેઓ અહીં લોકો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરશે.
અન્ય સમાચારો પણ છે...