યુક્રેનમાં સંઘર્ષ વધુ ઉગ્ર બન્યું, નાટોના વિમાનો જાસૂસીમાં જોડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુક્રેનના ક્રીમિયામાં રશિયન તરફી દળોએ ગોળીબાર કરી લશ્કરી મથક પર કબજો જમાવ્યો હતો. જ્યારે કાળા સમુદ્ર પાસેનાં આ દ્વિપમાં સંઘર્ષ હળવો થવાના કોઈ સંકેત દેખાતા નથી અને નાટોએ જાસૂસી ઉડ્ડયનો શરૂ કરવાની જાહેરાત કરી છે.

ગયા અઠવાડિયે રશિયન સેનાએ જમાવેલા કબજાનો વિરોધ કરનારાઓ સાથે જોડાવવા માટે ક્રીમીયામાં જવાનો પ્રયાસ કરનારા કેટલાક યુક્રેનિયનોએ જણાવ્યું હતું કે હવે ગેરકાયદેસર જાહેર થયેલી રાયટ પોલીસે તેમને અટકાવ્યા હતા અને રબર બુલેટથી ગોળીબાર કરતાં એક વ્યક્તિ ઘવાઈ હતી.

રશિયાએ જણાવ્યું હતું કે કટોકટીનો ઉકેલ લાવવા માટે ચર્ચા યોજવાના આમંત્રણનો અમેરિકાએ અસ્વીકાર કર્યો છે. જો કે મોડેથી અમેરિકાએ જણાવ્યું હતું કે જો રશિયા તૈયાર હોય તો તે ચર્ચા માટે તૈયાર છે.

અમેરિકાના વડપણ હેઠળના નાટોએ જણાવ્યું હતું કે સોવિયેટ યુનિયનના પરમાણુ મિસાઈલ હુમલાની દહેશત દૂર કરવા તૈયાર કરાયેલ અવાક્ વિમાનો જર્મનીથી ઉડ્ડયન શરૂ કરશે અને યુક્રેનની સ્થિતિ પર નજર રાખવા પોલેન્ડ અને રોમાનિયા સુધી જાસૂસી માટે ઉડ્ડયનો કરશે.

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને જણાવ્યું હતું કે પશ્વિમી દેશો લશ્કરી પગલાની વિચારણા કરતાં નથી પરંતુ રાજદ્વારી ઉકેલ અંગે વિચારે છે. જ્યારે યુરોપિયન યુનિયનની સરકારો રશિયા પર પ્રતિબંધો મૂકવા વિચારે છે.