ઇજિપ્તમાં હિ‌લેરી પર જૂતાં-ટામેટાં ફેંકાયાં

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેખાવકારોએ અમેરિકી વિદેશમંત્રીના કાફલા પર જૂતાં, ટામેટાં અને પાણીની બોટલો ફેંકી હિ‌લેરીના ઇજિપ્ત પ્રવાસનો પહેલાંથી જ વિરોધ શરૂ થઇ ગયો હતોઇજિપ્તમાં અમેરિકી વિદેશમંત્રી હિ‌લેરી ક્લિન્ટનના કાફલા પર દેખાવકર્તાઓએ ટામેટાં, પાણીની બોટલો અને જૂતાં ફેંક્યાં હતાં. હિ‌લેરી અલેકઝેન્ડિ્રયામાં ફરીથી શરૂ થયેલા વાણિજ્ય દૂતાવાસના કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે આ હુમલો થયો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિ‌લેરીને કોઇ ઇજા થઇ નથી, માત્ર ઇજિપ્તના એક અધિકારીના ચહેરા પર ટામેટું વાગ્યું હતું. દેખાવ કરનારાઓ મોનિકા-મોનિકા એમ બૂમો પાડી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હિ‌લેરીના પતિ અને ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન અને મોનિકા વચ્ચેના પ્રેમ પ્રકરણે ભારે વિવાદ ઊભો કર્યો હતો.વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેખાવકારોને જોતાંની સાથે જ હિ‌લેરીની કારનો રસ્તો બદલી નાંખવામાં આવ્યો હતો. હિ‌લેરીના ઇજિપ્ત પ્રવાસની જાહેરાત સાથે જ તેમનો વિરોધ શરૂ થઇ ગયો હતો. એટલા જ માટે કાર્યક્રમ બંધ રૂમમાં રાખવામાં આવ્યો હતો. અમેરિકાએ ૧૯૯૩માં ઇજિપ્તમાં તેનું દૂતાવાસ બંધ કરી દીધું હતું.નોંધનીય છે કે નેતાઓ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવા હવે લોકોએ જૂતાનો વધારે પડતો ઉપયોગ કરવા માંડયો છે. ઇરાકમાં અમેરિકી દખલથી નારાજ એક પત્રકારે તે સમયના અમેરિકી પ્રમુખ જ્ર્યોજ બુશ સામે જૂતા ફેંક્યા હતા. તે ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી. ત્યારબાદ ભારતમાં પણ ચિદમ્બરમ-પવાર સહિ‌તના નેતાઓ સામે આવી ઘટના નોંધાઈ છે.અમેરિકાની નીતિથી લોકો નારાજઅમેરિકા પર હોસ્ની મુબારકને સાથ આપવાનો આરોપ છે. લોકશાહીની સ્થાપના માટેની ક્રાંતિ સમયે અમેરિકા અલગ-અલગ જૂથો ટેકો આપી રહ્યું હતું. આથી ઇજિપ્તના લોકો નારાજ છે.ઇજિપ્તથી અમેરિકાને કોઇ લેવા દેવા નથી : હિ‌લેરીઅમેરિકી વિદેશમંત્રી હિ‌લેરીએ જણાવ્યું હતું કે અમેરિકાને ઇજિપ્તમાં થયેલી ચૂંટણી સાથે કોઇ લેવા દેવા નથી. અહીં કોણ હારે છે અને કોણ જીતે છે તેનાથી અમને કોઇ ફેર પડતો નથી.