• Gujarati News
  • Civic Reception In City Hall Brisbane For PM Narendra Modi

બ્રિસબેનમાં છવાઇ ગયેલા મોદીએ કહ્યું, વિગતે વાત કરીએ સિડનીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બ્રિસબેન સિટી હોલમાં મોદી સાથે હેન્ડશેક કરવા પડાપડી કરતાં લોકો)
બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયામાં જી20 સમિટ બાદ મોદીએ ઓસ્ટ્રેલિયામાં સત્તાવાર દ્વિ-પક્ષીય મુલાકાતનો બ્રિસબેનથી પ્રારંભ કર્યો છે. બ્રિસબેનના રોમા સ્ટ્રીટમાં સ્થિત પાર્ક લેન્ડમાં મહાત્મા ગાંધીજીની મૂર્તિનું અનાવરણ કર્યા બાદ બ્રિસબેનના સિટી હોલ (ટાઉનહોલ)માં લોર્ડ મેયર ગ્રેહામ ક્વીર્ક અને ક્વીન્સલેન્ડના પ્રીમિયર કેમ્પબેલ ન્યૂમેને મોદી માટે સિવિક રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓના પરંપરાગત નૃત્યથી થઇ હતી. બાદમાં ગણેશવંદનાની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. બ્રિસબેનના પ્રીમિયરે પોતાના વક્તવ્યમાં મોદીને કહ્યું હતું કે, અહીંયા મોટી સંખ્યામાં તમારા ફેન્સ છે.
બાદમાં વડાપ્રધાન મોદીએ સિટી હોલમાં સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં શહેરના કેટલાંક ટોચના ભારતીય મૂળના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત NRIsને આશા હતી કે મોદીને હિન્દીમાં સાંભળવા મળશે, પરંતુ મોદીએ અંગ્રેજીમાં સંબોધન કરતાં ઉપસ્થિત લોકોને આશ્ચર્ય થયું હતું.
બ્રિસબેન સિટી હોલમાં મોદીએ સંબોધનમાં શું કહ્યું જાણવા માટે સ્લાઇડ બદલો
(અંતિમ સ્લાઇડમાં જુઓ સમગ્ર કાર્યક્રમનો વીડિયો)