• Gujarati News
  • CII Says Wife's Consent Unnecessary For Another Marriage

પાકિસ્તાની બંધારણીય સંસ્થાનું સૂચનઃ બીજા લગ્ન માટે પત્નીની મંજૂરી જરૂરી નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં એક બંધારણીય સંસ્થાએ સૂચન કર્યું છે કે પુરુષને બીજા લગ્ન કરવા માટે પ્રથમ પત્નીની મંજૂરી જરૂરી નથી. આ સૂચન બદલ સંસ્થાની ભારે ટીકા થઈ રહી છે.

ધાર્મિક મુદ્દે સરકારને સલાહ આપતી કાઉન્સિલ ઓફ ઈસ્લામિક આઈડીયોલોજી (સીઆઈઆઈ)એ જણાવ્યું હતું કે પ્રથમ પત્નીની હયાતીમાં બીજા લગ્ન ધાર્મિક માન્યતાની વિરૂદ્ધમાં છે.

સીઆઈઆઈના ચેરમેન મૌલાના મોહમ્મદખાન શેરાનીએ એક બેઠક બાદ કહ્યું હતું કે શરિયતમાં પુરુષોને એક કરતાં વધારે પત્નીઓ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આને લીધે સરકારે વર્તમાન કાયદામાં ફેરફાર કરવો જોઈએ.

મુસ્લિમ પરિવાર કાનુન 1961 પ્રમાણે પ્રથમ પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવા હોય તો પત્નીની મંજૂરી જરૂરી છે. આ જોગવાઈ ઈસ્લામના કાયદાથી વિપરીત છે.

સીઆઈઆઈની આ સૂચના પર સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના ડોક્યુમેન્ટરી નિર્માતા શારમીને વ્યંગ કરતાં કહ્યું કે કાઉન્સિલે ફરી એક વાર આપણને ગર્વનો અનુભવ કરાવ્યો છે.

સામાજિક કાર્યકર નિલોફર આફ્રિદી કાઝીએ ટ્વિટ કર્યું છે કે સીઆઈઆઈ મહિલાઓ માટે અસમર્થ બની ગયું છે. ફેસબુક પર પણ ભારે આ મુદ્દે સીઆઈઆઈની ભારે ટીકા થઈ રહી છે.