• Gujarati News
  • Chinese Premier Speaks To Modi, Desires Robust Partnership

મોદીએ ચાઈનીઝ રાષ્ટ્રપતિને આપ્યું ભારત આવવા નિમંત્રણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર અભિનંદન પાઠવ્યા હતા. આ ટેલિફોનિક વાતચિતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મોદીએ આ વર્ષે ભારત આવવા માટે આમંત્રણ પાઠવ્યું. વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ મોદીની કોઈ વિદેશી શાસનાધ્યક્ષ સાથેની આ પ્રથમ ટેલિફોનિક વાતચીત હતી. લીએ મોદીને દેશની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પણ પાઠવ્યા. લીએ એવું પણ જણાવ્યું કે ચીન ભારતની નવી સરકાર સાથે મજબૂત સમજૂતી કામય કરવા માટે ઈચ્છૂક છે. વિદેશ મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર ચીનના વડાપ્રધાનની પહેલ પર મોદીએ તેમને ફોન લગાડ્યો અને બેજિંગથી લી કિકિયાંગને મોદીને જીત બદલ અભિનંદન પાઠવ્યાં.
મોદીએ એવું પણ કહ્યું કે ભારતની વિદેશ નીતિમાં ચીન હમેંશાથી પ્રાથમિક સૂચીમાં રહ્યું છે. તેમની સરકાર ચીન સાથે રણનીતિક સહયોગ અને વેપારી સહભાગિતાનો પૂર્ણ ઉપયોગ કરવા માટે સંકલ્પબદ્ધ છે. મોદીએ કહ્યું કે ભારત ચીન સાથેના બધા જ વિવાદાસ્પદ મુદ્દાઓ પર વિકાસ લક્ષ્ય અને રણનીતિક દ્રષ્ટિકોણ સાથે સામાધાન માટે કામ કરવા ઈચ્છુક છે.