ચીની યુવતીની શર્મનાક હરકત : નવજાત બાળક્ને ટોઇલેટ કમોડમાં ધકેલી દીધું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનના ઝેઝિયાંગ પ્રાંતમાં રાહત કર્મીઓએ એક નવજાત બાળકને બચાવી લીધો છે. એ નવજાત બાળકને જન્મ બાદ ટોઇલેટ કમોડ દ્વારા પાઇપમાં ધકેલી દીધો હતો. સરકારી ટેલિવિઝનના જણાવ્યા મુજ્બ, ગત આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. લોકો સોશિઅલ મિડીયા પર આવી પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

આ બનાવ બાબતે મળતી માહિતી મુજ્બ, શનિવારે ઝેઝિયાંગ પ્રાંતમાં એક સીવેજ પાઇપમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. તેનો જન્મ થોડા સમય પહેલાં જ થયો હોય એમ તબીબોએ જણાવ્યું હતું.

સ્થાનિક લોકોએ બાળક્નો રડવાનો અવાજ સાંભળ્યો હતો. તપાસ કરતાં અવાજ પાઇપમાંથી આવતો હોવાનું માલુમ પડ્યું હતું. લોકોએ પોલીસને જાણ કરી હતી.

તાત્કાલિક રાહત કર્મીઓએ આવીને બાળકને બચાવી લીધું હતું. પાઇપને કાપી બાળક્ને બહાર લવાયો હતો. બાળક્ની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ સતાવાળાઓએ જણાવ્યું હતું.

તસવીરોમાં જુઓ કેવી રીતે બાળક્ને જીવતો બહાર લાવવામાં આવ્યો? કરો ક્લિક આગળની સ્લાઇડ