તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનમાં વૃદ્ધ માતા-પિતાની મુલાકાત લેવી ફરજિયાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં સંતાનો માટે વૃદ્ધ માતા-પિતા સાથે સતત મુલાકાત કરવી ફરજિયાત બનાવાયું છે. તેનો ઉદ્દેશ પારિવારિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત સંતાનોને તેમના વૃદ્ધ માતા-પિતા સાથે જોડાયેલા રાખવાનો પણ ઉદ્દેશ છે.

ચીનમાં ગત ડિસેમ્બરમાં વૃદ્ધોના અધિકારો અને હિ‌તના રક્ષણના કાયદામાં આ જોગવાઈ જોડવામાં આવી હતી. તેનો પહેલી જુલાઈથી અમલ શરૂ થઈ ગયો છે. જોકે કાયદામાં એ સ્પષ્ટ નથી કે વૃદ્ધોને કેટલી વાર મળવાનું રહેશે અને ન મળે તો શું સજા થશે. આ કાયદામાં વૃદ્ધો સામે કોઈપણ પ્રકારની હિંસા તેમનું અપમાન કે તેમની સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ, શારીરિક પીડા આપવી અને તેમને ઘરમાંથી કાઢી મૂકવા જેવી બાબતો પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

સરકારી અખબાર 'શાંઘાઈ ડેઈલી’એ કહ્યું છે કે નવો કાયદો માતા-પિતાને મધ્યસ્થી કે કેસને ર્કોટમાં લઈ જવાનો કાનૂની અધિકાર પણ આપે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ જોગવાઈ બંધનકર્તા કાયદો નથી, પરંતુ યુવાઓને તેમના પારિવારિક મૂલ્યો યાદ કરાવવાનો એક પ્રયાસ છે.

કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે

ટ્વીટર જેવી સોશિયલ સાઈટ્સ પર નવી જોગવાઈઓની મજાક ઊડાવવામાં આવી રહી છે. સાઈના વાઈબો પર એક પ્રતિક્રિયામાં કહેવાયું છે કે શું આ કાયદો પોતાના માતા-પિતાનો આદર કરવા માટે બનાવાયો છે ? આ સ્પષ્ટપણે દેશનું અપમાન છે. એક અન્ય પ્રતિક્રિયામાં કહેવાયું છે કે 'સરકારે વૃદ્ધોની દેખરેખ માટે કાયદો બનાવ્યો છે. હકીકતમાં સંપૂર્ણ દોષ સંતાનો પર ઢોળી દેવાયો છે. સરકારે સિંગલ-ચાઈલ્ડ પોલિસી લાગુ કરતી વખતે આ સમસ્યા પર વિચારવાની જરૂર હતી.’

આપણે ત્યાં આ સ્થિતિ છે

સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર ભારતમાં ૧૦ કરોડથી વધુ લોકોની ઉંમર ૬૦ વર્ષ કે તેનાથી વધારે છે. દરેક પાંચમા વૃદ્ધ એકલા કે તેમના જીવનસાથી સાથે જીવન વ્યતિત કરે છે. આપણે ત્યાં ૨૦૦૭માં કાયદો બનાવાયો હતો, જેમાં માતા-પિતાને ઘરમાંથી હાંકી કાઢનારા સંતાનોને સજાની જોગવાઈ છે. પરંતુ આપણા કાયદામાં સંતાનો માટે માતા-પિતાને નિયમિત મળવાનું બંધનકર્તા નથી.