તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Chinas Debt At Alarming Levels IMF, Debt Exceeding Increased 234 Percent Of GDP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનનું દેવું ખતરનાક સ્તરે: IMF, જીડીપી કરતા દેવું 234% વધ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઈજિંગ: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે (IMF) આજે ચેતવણી આપી હતી કે, ચીનનું દેવું એકદમ ખઘતરનાક સ્તરે પહોંચી ગયું છે. ચીનના દેવાની વર્તમાન સ્થિતિ 2008માં અમેરિકાની સ્થિતિ જેવી છે. આઈએમએફના અંદાજ મુજબ ચીનનું  વધતું દેવું જીડીપીના 234 ટકાએ પહોંચી ગયું છે, જે નાણાકીય જોખમમાં ઉમેરો કરે છે અને ચીનના ભાવિ આર્થિક વૃદ્ધિ પર ભાર વધારે છે. આઈએમએફ મુજબ ચીનમાં ડઝનબંધ મહત્વપૂર્ણ ધિરાણદારોએ સંભવિત નાણાકીય જોખમો સામે તેમનું રક્ષણ મજબૂત કરવાની જરૂર છે.

 
IMFએ અર્થતંત્રની સમસ્યા અંગે અહેવાલ જાહેર કર્યો
 
બેઈજિંગમાં નિયામકોએ  બેન્કિંગ ભંડોળને મજબૂત બનાવવા માટે નવા નિયમો બનાવ્યા બાદ અને વિશ્વના બીજા નંબરના અર્થતંત્રમાં દેવાની વધતી સમસ્યા અંગે અનેક ચેતવણીઓને અનુસરીને આઈએમએફે આ અહેવાલ જાહેર કર્યો છે. ચીનની નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા પર આઈએમએફના અભ્યાસમાં સૌથી મહત્વની બાબત દેવાના વધતા ઢગ સામે બેન્કો માટે મૂડીની વધતી જરૂરિયાત પૂરી કરવાની છે. ચીન તેની અસાધારણ આર્થિક વૃદ્ધિ માટે દેવા આધારિત રોકાણો અને નિકાસો પર નિર્ભર છે, પરંતુ ફંડે જણાવ્યું હતું કે આ મોડેલ તેની મર્યાદા સુધી પહોંચી ગયું છે.
 
ચીનને જીડીપી વૃદ્ધિદરને અપાતું મહત્વ ઘટાડવા ભલામણ
 
આઈએમએફે જણાવ્યું કે ઊંચા વૃદ્ધિદરનો લક્ષ્યાંક આ સમસ્યાના પાયામાં છે. આ ઊંચો વૃદ્ધિદર નિષ્ફળ જઈ રહેલી કંપનીઓને બચાવવા અને તેમનું ધિરાણ લંબાવવા સ્થાનિક સરકારોને પ્રોત્સાહન આપે છે. આઈએમએફના નાણાકીય અને મૂડીબજારોના વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર રત્ના સહાયે જણાવ્યું હતું કે, અમે ચીનને જીડીપી વૃદ્ધિદરને અપાતું મહત્વ ઘટાડવા ભલામણ કરી છે. ચીને સ્થાનિક સરકારોને જોખમો પર નિરીક્ષણ આકરું કરવા પ્રોત્સાહિત કરવી જોઈએ. વિપુલ પ્રમાણમાં ધિરાણ સ્થાનિક સરકારોને ઊંચો વૃદ્ધિદર હાંસલ કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ હવે દેવા પરનો પ્રત્યેક વધારાનો ખર્ચ વળતર ઘટાડે છે. આઈએમએફ નિષ્ણાતોએ એક બ્લોગ પોસ્ટમાં ચેતવણી આપી હતી કે, ક્રેડિટ ગ્રોથ ભાવિ નાણાકીય સમસ્યાઓનું એક મહત્વનો સૂચકાંક છે.
 
આગળ વાંચો: આઈએમએફે 33 બેન્કો પર સ્ટ્રેસ ટેસ્ટ હાથ ધર્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો