ચીનની આક્રમક નીતિ, વિવાદિત ટાપુ પર લાઈટહાઉસ બનાવશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઇજિંગ: પોતાના પાડોશી દેશોના દાવાઓને નજરઅંદાજ કરતાં ચીન દક્ષિણ ચીન સાગરમાં પોતાની તાકાત વધારશે. વિવાદિત નેન્શા ટાપુ ખાતે 50 મીટર ઊંચી દીવાદાંડી બનાવવાની યોજના ચીને ઘડી કાઢી છે. તેને પગલે હિન્દ મહાસાગરમાં ભારત માટે પણ પડકારો સર્જાઇ શકે છે. ચીની સૈન્યે મંગળવારે પોતાનું પ્રથમ શ્વેતપત્ર બહાર પાડતાં આ યોજનાની જાહેરાત કરી હતી. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે ચીની નૌકાદળ દેશનાં હિતોની રક્ષા માટે તટીય સુરક્ષાથી આગળ વધીને ખુલ્લા દરિયામાં પણ જરૂરી પગલાં લેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ હુઆ ચુનયિંગે જણાવ્યું હતું કે શ્વેતપત્રમાં ચીન સામે ખતરા વિષે ચેતવણી આપવામાં આવી છે. પરંતુ એ સ્પષ્ટ છે કે ચીન પર હુમલો નહીં થાય ત્યાં સુધી તે હુમલો નહીં કરે. બહારની સત્તાઓ દ્વારા દક્ષિણ ચીન સાગરમાં હસ્તક્ષેપ કરવા લાગી છે.
ફિલિપાઇન્સને ધમકાવ્યું

ચીની વિદેશ પ્રવક્તા ચુનિયાંગે જણાવ્યું કે ફિલિપાઇન્સ માટે આ સલાહ છે. ચીન નાના દેશો પર ક્યારેય ધોંસ જમાવતું નથી પરંતુ નાના દેશોએ પણ ઉશ્કેરણીજનક કાર્યો ના કરવા જોઇએ.
ભારત માટે નવા વ્યૂહ

ભારતના દૃષ્ટિકોણ સાથે ચાર ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્વેતપત્રમાં સમુદ્રી , અંતરિક્ષ , સાઇબરસ્પેસ અને પરમાણુ હથિયાર ક્ષેત્રમાં ચીનની તાકાત વધારવાની વાત કરવામાં આવી છે.તેમાંય ચીની નૌકાદળનું આધુનિકીકરણ ભારત માટે પડકાર સર્જી શકે છે.
અન્ય સમાચારો પણ છે...