સનસનીખેજ ખુલાસો: 40 વર્ષમાં ચીનમાં 33 કરોડ ગર્ભપાત!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

40 વર્ષમાં 33 કરોડ ગર્ભપાત. હા, 33 કરોડ ગર્ભપાત. એબોર્શનનો આટલો મોટો આંકડો સાંભળીને કોઇ પણ ચોંકી ઉઠે તે સ્વાભાવિક છે.

ગર્ભપાતનો આ આંકડો ચીનનો છે. ચીને જ્યારથી વસતિ નિયંત્રણ કાર્યક્રમ અને એક યુગલ-એક બાળકની નીતિ અપનાવ્યા ત્યારથી લઇને અત્યાર સુધી 33 કરોડ 60 લાખ ગર્ભપાત થયા છે તેવો સત્તાવાર આંકડો આવતાં દુનિયા ચોંકી ઉઠી છે. ચીનની એક બાળકની નીતિ વર્ષોથી વિવાદ સર્જી રહી છે. કેટલાય યુગલો પોતાનાં બાળકો સંતાડી રાખે છે. તો કેટલાય બાળકોને મારી નંખાયાનાં કિસ્સા પણ છાશવારે અખબારોમાં ચમકતાં રહે છે. આ સમાચારોને ધ્યાનમાં લઇને જ હાલમાં જ ચીનની સામ્યવાદી પાર્ટીની ભારેયલી મીટિંગમાં વસતિ નિયંત્રણની નીતિમાં ફેરફાર કરવાનું સૂચવાયું હતું.

ચીનનો ગર્ભપાતનો આંકડો હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ પર આ વર્ષની શરૂઆતમાં જ મૂકવામાં આવ્યો હતો. આંકડો બતાવે છે કે ગર્ભપાતની શરૂઆત 1971થી થઇ હતી, જ્યારે ચીને લોકોને ઓછા બાળકો પેદા કરવાનું પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું.

આગળ વાંચો, ચીનની વસતિ વિસ્ફોટની ચાડી ખાતો આ રીપોર્ટ, ચીનની નીતિ શું હતી અને કોને એક બાળકની નીતિમાંથી છૂટ અપાઇ હતી, આ અહેવાલથી દુનિયાભરમાં મચી ગયો છે ખળભળાટ.... વાંચો અહેવાલ... આગળ...