મોદી વડાપ્રધાન બનતાં ચીન અભિનંદન પાઠવ્યા, શરીફને આપેલા આમંત્રણ બદલ કર્યા વખાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીને નરેન્દ્ર મોદી ભારતના 15માં વડાપ્રધાન બનતાં અભિનંદન પાઠવ્યા છે. આ સાથે મોદી દ્વારા પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આપેલા આમંત્રણ બદલ મોદીની ભારોભાર પ્રશંસા પણ કરી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા કિન ગેંગે જણાવ્યું હતું કે અમે મોદીને વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. ચીન ભારત સાથે એક સારા પાડોશી તેમજ વેપારી ભાગીદારી વિકસિત કરવા હંમેશા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.
કિને એમ પણ કહ્યું કે મોદીના શપથવિધિ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની ઉપસ્થિતિ બંને દેશો વચ્ચે સંબંધમાં સુધારો, શાંતિ, સ્થિરત તથા વિકાસનું પ્રતિબિંબ છે. બંને દેશોના પડોશી તથા મિત્રની રૂએ ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત સુધારો થાય તેવી ઈચ્છા ધરાવે છે.