ચીનનો બદલો? ચીની લોકોને ભારતથી દુર રહેવા આપી ચેતવણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીને પોતાના નાગરિકોને ભારતની યાત્રા દરમિયાન સતર્ક રહેવાની સલાહ આપી છે. ચીનની આ સલાહને પગલે ભારત તરફથી અપાયેલ સલાહના પ્રત્યાહાર રૂપે જોવામાં આવી રહી છે જેના અંતર્ગત ચીનના વ્યાપારિક કેન્દ્ર યીવુમાં વેપાર કરનારા ભારતીયોને ચેતવવામાં આવ્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ અને નવી દિલ્લી સ્થિત ચીની દુતાવાસ પર એક જુનની તારીખમાં પોસ્ટ કરેલી એડવાયઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પેટ્રોલિયમની કિંમત વધારવાના વિરોધમાં થનારા પ્રદર્શનોમાં ચીની નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સમાચારો પ્રમાણે હાલમાં જ પેટ્રોલની વધેલી કિંમતોના વિરોધમાં ભારતમાં ઘણી જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન અને હડતાળ ચાલી રહી છે.જેના પગલે રેલ અને રોડ પરિવહન વ્યવસ્થા પણ ખોરવાઇ હતી. આ એડવાયઝરી પ્રમાણે ભારત સ્થિત ચીની દુતાવાસ ચીનના નાગરિકોને આ બાબતે ચેતવે છે. ચીનના નાગરિકોને ભારત યાત્રાના સમયે પોતાની અને પોતાના સામાનની સુરક્ષાનો ખ્યાલ રાખવાની સલાહ આપવામાં આવે છે. ચીનની આ ટ્રાવેલ એડવાયઝરી થી બેઇજિંગના ભારતીય અધિકારીઓ હેરાન છે કારણ કે ચીનને આ પહેલા ભાગ્યે જ આ પ્રકારની કોઇ એડવાયઝરી વિદેશ મંત્રાલયની પોસ્ટ પર પ્રકાશિત કરી છે. ચીને આ પગલું ભારતીય વિદેશ મંત્રાલય એસ એમ કૃષ્ણાની યાત્રા પહેલા ઉઠાવ્યો છે.કૃષ્ણા 6 અને 7 જુનના શંઘાઇ ઓપેરેશન ઓર્ગેનાઇઝેશન સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પહોંચશે.
Related Articles:
ઉત્તર કોરિયાના પરમાણુ સંપન્ન થવાના વિરોધમાં ચીન: મીડિયા
ચીન શાસનનો વિરોધ કરી રહેલા સેકંડો તિબેટીયનોની ધરપકડ
ચીન સાઇબર યુદ્ધ છેડી શકે છે, પેન્ટાગોને વ્યક્ત કરેલી ચિંતા
ચીન મારી હત્યાનું કાવતરું રચી રહ્યું છે : દલાઈ લામા
ચીન પછી હવે દુબઈમાં આવી ગઈ અંડરવોટર હોટલ!