ભારત અમેરિકાનું મહોરું ન બને, ચીનની દોસ્તી ભારત માટે મદદગાર સાબિત થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક/બેઇજિંગઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી પહેલી મુલાકાતમાં કેમેરા સામે એકબીજાને ખૂબ ઉષ્માભેર ભેટી પડ્યા હતા. અમેરિકાના અખબારે વ્હાઈટ હાઉસના એક ઉચ્ચ અધિકારીના હવાલે લખ્યું કે બંને નેતાની આત્મીયતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને બતાવવા માટે હતી. ટ્રમ્પ ચીનથી ખૂબ નારાજ છે. જિનપિંગ ઉત્તર કોરિયાના મિસાઈલ કાર્યક્રમ રોકવામાં નિષ્ફળ છે. ટ્રમ્પ સરકાર ભારતને 22 ડ્રોન વેચી રહી છે. તેનો ઉપયોગ ભારત હિન્દ મહાસાગરમાં ચીનની જાસૂસીમાં કરી શકે છે. બીજી તરફ ચીન પ્રત્યે ભારતની આશંકા ઘેરી છે. જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઓબીઓઆર પર ભારતને ઘણા વાંધા છે. સ્થિતિમાં મોદી ચીન સાથે સ્પર્ધા માટે ટ્રમ્પનું સમર્થન ઈચ્છે છે.
 
બેઈજિંગનો વધતો પ્રભાવ રોકવા વોશિંગ્ટનને નવી દિલ્હીની પડશે જરૂર
 
અખબારે અમેરિકી થિન્કટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના એક દસ્તાવેજના હવાલે લખ્યું કે બેઈજિંગનો વધતો પ્રભાવ રોકવા માટે વોશિંગ્ટનને નવી દિલ્હીની જરૂર પડશે. સ્થિતિમાં ભારત માટે ગર્વ લેવા લાયક કંઈ નથી. અમેરિકા અને ભારતને ચીનની ઉન્નતિની ચિંતા છે. અમેરિકાએ ચીન પર દબાણ લાવવા ભારત સાથે મૈત્રી વધારી છે. ચીનને ઘેરવાની અમેરિકાની રણનીતિનો હિસ્સો બનવું ભારતના હિતમાં નથી. તેના વિનાશકારી પરિણામ આવી શકે છે. ચીન સાથે મજબૂતીથી ઊભા રહેવું ભારત માટે મદદરૂપ રહેશે.
 
મોદીની સ્પીચના કાગળો ઊડી ગયા
 
અમેરિકામાં જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં મોદીના પોડિયમમાંથી કેટલાંક કાગળો ઊડી ગયા, પણ ડોભાલે તે એકત્ર કરી વડા પ્રધાનને આપ્યા. મોદી પોતાનું ભાષણ લખીને ગાર્ડનમાં ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ વખતે વડા પ્રધાન મોદી એક ધ્યાને તેમને સાંભળતા હતા ત્યારે પવનને કારણે કાગળો ઊડી ગયા. ત્યારે નજીક બેઠેલા ડોભાલે કાગળો પકડી પાછા તેની જગ્યા પર મૂકી દીધા.
 
મોદી-ટ્રમ્પની મુલાકાત પર કોણે શું લખ્યું
 
ન્યૂયોર્ક ટાઈમ્સઃ અખબારે વ્હાઈટ હાઉસના એક ઉચ્ચ અધિકારીના હવાલે લખ્યું કે બંને નેતાની આત્મીયતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને બતાવવા માટે હતી. ટ્રમ્પ ચીનથી ખૂબ નારાજ છે. જિનપિંગ ઉત્તર કોરિયાના મિસાઈલ કાર્યક્રમ રોકવામાં નિષ્ફળ છે. ટ્રમ્પ સરકાર ભારતને 22 ડ્રોન વેચી રહી છે. તેનો ઉપયોગ ભારત હિન્દ મહાસાગરમાં ચીનની જાસૂસીમાં કરી શકે છે. બીજી તરફ ચીન પ્રત્યે ભારતની આશંકા ઘેરી છે. જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઓબીઓઆર પર ભારતને ઘણા વાંધા છે. સ્થિતિમાં મોદી ચીન સાથે સ્પર્ધા માટે ટ્રમ્પનું સમર્થન ઈચ્છે છે.
 
વોશિંગ્ટન પોસ્ટઃ અખબારે અમેરિકી થિન્કટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના એક દસ્તાવેજના હવાલે લખ્યું કે બેઈજિંગનો વધતો પ્રભાવ રોકવા માટે વોશિંગ્ટનને નવી દિલ્હીની જરૂર પડશે. સ્થિતિમાં ભારત માટે ગર્વ લેવા લાયક કંઈ નથી. અમેરિકા અને ભારતને ચીનની ઉન્નતિની ચિંતા છે. અમેરિકાએ ચીન પર દબાણ લાવવા ભારત સાથે મૈત્રી વધારી છે. ચીનને ઘેરવાની અમેરિકાની રણનીતિનો હિસ્સો બનવું ભારતના હિતમાં નથી. તેના વિનાશકારી પરિણામ આવી શકે છે. ચીન સાથે મજબૂતીથી ઊભા રહેવું ભારત માટે મદદરૂપ રહેશે.
 
ફાઈનાન્સિયલ ટાઈમ્સઃ જ્યારેમોદી ટ્રમ્પને ભેટ્યા તો જર્મોફોબ ટ્રમ્પ (કીટાણુઓથી ડરનારા ટ્રમ્પ) તેનો જવાબ ભેટીને આપ્યો.
 
ટાઈમ મેગેઝિનઃ ભવિષ્યમાંબંને દેશોના સંબંધો બહેતર રહેવાના સંકેત મળ્યા છે પરંતુ બંને નેતાઓએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા.
 
ઈન્ડિપેન્ડેન્ટઃ વિશ્વનેતાઓ સાથે ટ્રમ્પની મુલાકાત સોદાઓની આસપાસ હોય છે. ભારત સાથે પણ સૈન્ય સહયોગ પર વાત થઈ અને સંરક્ષણ સોદા થયા.
 
આગળ વાંચો, શું કહે છે એક્સપર્ટ
અન્ય સમાચારો પણ છે...