ચર્ચમાં જ કરાયું અસંખ્ય બાળકોનું યૌન શોષણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયામાં આવેલા વિક્ટોરિયા રાજ્યના રોમન કેથોલિક ચર્ચાએ ઘટસ્ફોટ કરતા સ્વિકાર્યું છે કે, ચર્ચના પાદરીઓએ 1930થી લઈને અત્યાર સુધી ઓછામાં ઓછા 600 બાળકોનું યૌન શૌષણ કર્યું છે. મેલબર્નના આર્કબિશપ ડેનિશ હાર્ટે દ્વારા આ સંખ્યાને ભયાનક અને શરમજનક બતાવાયા છે. આ આંકડાઓ બાળકોના યૌન શોષણ પણ બનાવવામાં આવેલી સંસદિય સમિતિની તપાસ દરમિયાન સામે આવ્યા છે. જોકે, બીજી બાજુ, આ વિષયમાં અભિયાન ચલાવનારા લોકોનું માનવું છે કે, સંખ્યા દસ હજાર સુધી વધી શકે છે. આ રિપોર્ટ જાહેર કરતા ચર્ચે જણાવ્યું છે કે, યૌન શોષણ સંબંધીત સૌથી વધુ કિસ્સાઓ 1960 દરમિયાન નોંધાયા છે. .