બાળકીઓને લાલચ આપી હોટલમાં બાંધતો યૌન સંબંધ, આવી રીતે પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇંગ્લેન્ડમાં 14 વર્ષની એક યુવતીને એકલા હોટલમાં બોલાવનાર ચેરિટી વોલેન્ટિયરને અરેસ્ટ કરવામાં આવ્યો છે. તેણે સેક્સુઅલ રિલેશન માટે સગીર સાથે કોન્ટેક્ટ કરવાના કેસમાં આજે સજા આપવામાં આવશે. પોડીફિલ હન્ટર ગ્રુપે તેને જાળમાં ફસાવીને અરેસ્ટ કરી લીધો. આ ગ્રુપ ઓછી ઉંમરના બાળકોનું યૌન શોષણ કરનારા લોકો વિરૂદ્ધ કામ કરે છે. વોલિન્ટિયરની જે સમયે ધરપકડ કરવામાં આવી, તે સમયે તે યુવતીઓને ફસાવવા માટે ઓનલાઇન 39 જગ્યાએ કોન્ટેક્ટમાં હતો. 


આવી રીતે કરી ધરપકડ 
- પીડોફિલ હન્ટર ગ્રુપે જણાવ્યું કે, આરોપી ટોની તેમના ગ્રુપમાં વોલેન્ટિયર હતો. તેણે ગ્રુપમાં એ વાતનો વિશ્વાસ અપાવ્યો કે, તે વ્હોટ્સએપ ગ્રુપ પર યુવતીઓ સાથે વાત કરી શકશે. 
- ત્યારબાદ તેણે ગ્રુપ તરફથી બનાવવામાં આવેલા યુવતીઓના ફેક પ્રોફાઇલથી અન્ય યુવતીઓના કોન્ટેક્ટ કરવાનું શરૂ કર્યુ અને સેક્સ કરવા માટે તેઓને હોટલમાં આવવાની ઓફર આપવા લાદ્યો. 
- આ ગ્રુપ તરફથી કરવામાં આવેલા સ્ટીંગમાં તે પોતાના એક શિકાર સાથે સોમવારે ટોટન ટ્રેવલોગમાં 2 વાગ્યે મળવાનું કહી રહ્યો હતો. 
- આ સિવાય કન્વેન્ટ્રી, બર્મિંઘમ અને માન્ચેસ્ટરમાં અ્ય યુવતીઓને મળવાની અરેન્જમેન્ટ કરી રહ્યો હતો. 
- યુકે ડેટાબેસ વેબસાઇટે તેનું ચેટ લોગ પણ જાહેર કર્યુ છે. 10 વર્ષ પહેલાં શરૂ કરેલી વેબસાઇટ ફરિયાદોના આધારે તે આવા અપરાધીઓનું લિસ્ટિંગ કરે છે. 
- વેબસાઇટના ફાઉન્ડર ક્રિસે જણાવ્યું કે, સ્ટીંગ માટે તેણે અને પીડોફિલ ગ્રુપના મેમ્બર્સે અનેક યુવતીઓના ખોટાં પ્રોફાઇલ બનાવ્યા હતા અને મેસેજિંગ એપની મદદથી ટોની સાથે વાત કરી હતી. 
- ક્રિસે જણાવ્યું કે, તે આવા અપરાધીઓને પકડવામાં મદદ કરવાની સાથે જ દિવસમાં ત્રણ કલાક વિક્ટિમ્સના ઇમેલ વાંચતા હતા અને તેમની સાથે અપરાધ કરનારાઓને પોતાના ડેટાબેઝમાં જોડતા હતા. 


હરકતોને લઇને શરમમાં 
- ચેરિટી વોલેન્ટિય ટોની સ્ટીવન્સ 14 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓને હોટલમાં મળી ચૂક્યો છે અને તેમની સાથે સંબંધ બાંધી ચૂક્યો છે. 
- પકડાઇ ગયા બાદ ટોનીએ પોતાની આ હરકતને લઇને શરમ અનુભવી હતી. તેણે ગ્રુપની સામે કહ્યું કે, તે પોતાના આ વર્તનના કારણે શરમ અનુભવી રહ્યો છે. 
- તે હજુ પણ રિમાન્ડ પર કસ્ટડીમાં છે અને 19 ડિસેમ્બરના રોજ તેને એક્સેટર ક્રાઉન કોર્ટમાં હાજર થવાનું છે, જ્યાં તેને સજા સંભળાવવામાં આવશે. 
- ગયા અઠવાડિયે પ્લેમાઉથ મેજિસ્ટ્રેટ કોર્ટે તેને બાળકોને સેક્સુઅલ કોમ્યુનિકેશનનો હિસ્સો બનાવવાનો દોષિત ગણાવ્યો છે. 

 

આગળ જુઓ, આરોપીના ફોટો અને તેનું ચેટ લોગ... 

અન્ય સમાચારો પણ છે...