પીએમ મોદી માટે બદલાઈ ગયા પાકિસ્તાનીઓના વિચારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પાકિસ્તાનીઓના વિચારો બદલાઈ રહ્યા છે.. મોદીના શપથવિધિ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની હાજરી અને તે પછી બંને વચ્ચે ઉષ્માભરી મુલાકાતને પગલે પાકિસ્તાનીઓના વિચારોમાં પરિવર્તન જોઈ શકાય છે, એમ પાકિસ્તાની સમાચાર પત્ર ડેઈલ ટાઈમ્સે જણાવ્યું છે.
ડેઈલી ટાઈમ્સના અહેવાલ પ્રમાણે નવાઝ શરીફની ભારત મુલાકાત તેમજ આ અંગે સતત ટીવી કવરેજને કારણે પાકિસ્તાનીઓના વિચારો પણ બદાલાયા છે. વધુમાં પાકિસ્તાની ટીવી ચેનલો દ્વારા સતત લાઈવ કવરેજને લીધે મીડિયા હાઈપનું સર્જન કરાયું છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પણ આ મુદ્દે ચર્ચા યોજાઈ હતી, જેમાં પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતા સૈયદ ખુરશીદે જણાવ્યું હતું કે પાકિસ્તાનની પ્રજા મોદી-શરીફ મુલાકાત વિશે નકારાત્મક વલણ દાખવે તેમાં જ ડહાપણ છે. આપણે પરિપકવતા દાખવવી જોઈએ. આ એક સુંદર અવસર છે.
આમ તો પાકિસ્તાનીઓ ગુજરાતના 2002ના રમખાણો માટે મોદીને જવાબદાર ગણે છે અને આ કારણે જ્યારે નવાઝ શરીફને મોદીનું આમંત્રણ મળ્યું ત્યારે લોકો શરીફ નવી દિલ્હી ન જાય તેવો મત ધરાવતાં હતાં. જોકે બે જ દિવસમાં પાકિસ્તાનીઓની મોદી પ્રત્યેની છબી વધુ ઉજળી બની ગઈ.