• Gujarati News
  • Celebrating 175 Years Of Photography World Photo Day

આ તસવીરો દ્વારા ફોટોગ્રાફરોએ વિશ્વને કરાવ્યો વાસ્તવિકતાનો પરિચય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સુદાનમાં ભયાનક દુષ્કાળના પ્રતીકસમી 1994માં ક્લિક થયેલ તસવીર)
ન્યૂયોર્કઃ આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, આ એવા લોકો માટે ઉજવાય છે, જેમણે વિપરીત સંજોગોમાં સુંદર ફોટા દુનિયા સામે રજૂ કરી છે. ૧૯મી ઓગસ્ટ, ૧૮૩૯ના રોજ આવો પ્રથમ ફોટો ખેંચવામાં આવ્યો હતો, જેને દુનિયાભરમાં જોવાયો હતો. ત્યારથી આજ સુધી દરેક ક્ષેત્રમાં ફોટોગ્રાફીનું આગવું મહત્ત્વ રહ્યું છે. ફોટોગ્રાફીના 175 વર્ષ પૂરા થવાના પ્રસંગે અહીં એવા ફોટોગ્રાફરો અને તેમણે ક્લિક કરેલા ફોટોનું પ્રસ્તુતીકરણ આપ્યું છે જે ફોટોગ્રાફીના ગૌરવશાળી ઇતિહાસનો ભાગ બની ગયા છે. આ એવી ક્ષણ હતી, જયારે અનેક ફોટોગ્રાફરોએ સખત મહેનત કરીને દુનિયાને વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો હતો. આજે આ ફોટોગ્રાફ યાદગાર સંભારણા બની ગયા છે.
૧૯૯૪ : સુદાનમાં ભયાનક દુષ્કાળ
૧૯૯૪માં ફોટોગ્રાફર કેવિન કાર્ટરનો આ ફોટો સુદાનમાં પડેલા દુષ્કાળના સમયનો છે. ફોટામાં એક ગીધની પાસે બેસેલું એક બાળક ભૂખને કારણે તડફડિયા મારતું હતું, જયારે તેના બરાબર એક કિલોમીટર દૂર સંયુકત રાષ્ટ્રએ ખાધ અને રાહત શિબિર લગાવ્યું હતું. કેવિને વર્ણન કર્યું છે કે, ગીધ બાળકના મરવાની રાહ જોતું હતું, જેથી એ તેને ખાઈ શકે. કેવિનના આ ફોટાએ પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો.
સ્લાઇડ બદલો ને જુઓ યાદગાર સંભારણા બની ગયેલ તસવીરો