તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુક્રેનનાં પૂર્વ રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા તે સમયનું સીસીટીવી ફૂટેજ આવ્યું સામે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુક્રેનની એક ટીવી ચેનલે પૂર્વ રાષ્ટ્રપતિ યાનુકોવિચનાં દેશમાંથી ભાગતી વખતનાં સીસીટીવી ફૂટેજનું ટેલીકાસ્ટ કર્યું છે. કીવનાં ઉપનગર સ્થિત રાષ્ટ્રપતિ નિવાસનાં સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરાયેલા આ ફૂટેજમાં વિક્ટરને હેલિકોપ્ટરમાં ભાગતા જોઇ શકાય છે.

યુક્રેનનાં વચગાળાનાં રાષ્ટ્રપતિ ઓલેક્સેન્ડર તુરચિનોવે ચેતવણી આપતા કહ્યું છે કે રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચને સત્તા પરથી બેદખલ કર્યા બાદ દેશમાં અલગાવવાદનો ખતરો વર્તાય છે.

તુરચિનોવે સંસદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે દેશમાં અલગાવનો ખતરો છે અને લોકોએ આ મુદ્દે સચેત રહેવું જોઇએ. તેમણે કહ્યું હતું કે તેઓ અલગાવવાદનાં જોખમ પર ચર્ચા કરવા માટે કાયદો લાગુ કરનારી એજન્સીઓને મળશે, કેમ કે અલગાવ એક ગંભીર સમસ્યા છે.

દરમિયાનમાં રાષ્ટ્રીય સરકારનું ગઠન ગુરુવાર સુધી ટાળી દેવાયું છે.

રશિયા યુક્રેનમાં થયેલા સત્તા પરિવર્તન અંગે નારાજ છે, પણ વિદેશ પ્રધાન સરગેઇ લાવરોવે કહ્યું છે કે રશિયા યુક્રેનની બાબતે હસ્તક્ષેપ નહીં કરે. તેમણે કહ્યું હતું કે યુક્રેનને રશિયા કે પશ્વિમમાંથી એકની પસંદગી માટે ફરજ નહીં પાડવામાં આવે.

યુએસએ અને બ્રિટને પણ એવા સૂચનોને નકારી કાઢ્યા છે કે યુક્રેનનાં રશિયા તરફી રાષ્ટ્રપતિ અને તેમની આસપાસનાં રાજકારણની હકાલપટ્ટી એ શીતયુદ્ધનાં સમયના પૂર્વ-પશ્વિમ વચ્ચેનાં અલગાવ અને મતભેદોનું પ્રતિનિધિત્વ કરે છે.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો