PICS: ક્યુબાના ઘાયલ શેરે ત્રણ વર્ષે અચાનક જ દેખા દીધી, જુઓ તો ખરા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાને દાયકાઓ સુધી હંફાવનાર અને દુનિયાનાં 'ખાંડનાં વાટકા' તરીકે જાણીતા ક્યુબાનાં સરમુખત્યાર ફિડેલ કાસ્ટ્રોએ અચાનક જ જાહેરમાં દેખા દેતા દુનિયાભરમાં તેમની તસવીરોએ ચર્ચા જગાવી છે. છેલ્લે 2010માં તેઓ જાહેરમાં જોવા મળ્યા હતાં. ત્યાર બાદ અચાનક જ આજે સામાન્ય ચૂંટણીઓમાં વોટ આપવા માટે તેઓ આવ્યા હતાં. તેમણે પોતાનાં સમર્થકો અને પત્રકારો સાથે વાતચીત કરી હતી.

કાસ્ટ્રો છેલ્લી ત્રણ ચૂંટણીથી પોતાનાં ઘરેથી જ વોટ આપતાં હતાં. કારણ કે, 2006થી તેઓ ગંભીર રીતે બીમાર થઇ ગયા હતાં. જે પછી તેમણે સત્તા પોતાનાં ભાઇ રાઉલ કાસ્ટ્રોને સોંપી હતી. ફિડેલે ત્રણ વર્ષ પછી ક્યુબાનાં લોકો માટે સંબોધન પણ કર્યું હતું.

આગળ જુઓ, કાસ્ટ્રોની ત્રણ વર્ષ પછીની તસવીરો અને વાંચો દેશનાં લોકો માટે તેમણે કરેલી સિંહગર્જના....