તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમાલિયાની રાજધાની મોગાદીશુમાં કાર બોમ્બ વિસ્ફોટ, સાતનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમાલિયાની રાજધાની મોગાદીશુમાં ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર્સ પાસેના વિસ્તારના એક કાફે નજીક કાર બોમ્બ વિસ્ફોટ થતાં સાત જણાના મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

અમે સાત મૃતદેહની ગણતરી કરી છે પરંતુ અનેક લોકો ઘવાયા હોવાથી મૃતાંક વધારે હોઈ શકે છે, એમ પોલીસ અધિકારી એહમદ મુનીમે જણાવ્યું હતું.

શહેરના લીદો બીચ નજીક આવેલું આ કાફે સુરક્ષા અધિકારીઓમાં વિશેષ લોકપ્રિયતા ધરાવે છે. મોગાદીસુમાં બોમ્બ વિસ્ફોટો છાશવારે થઈ રહ્યા છે. અહીં અલ કાયદા સાથે સંબંધ ધરાવતાં શબાબ આંતકવાદીઓ આંતરરાષ્ટ્રીય પીઠબળ ધરાવતી સરકાર સામે સઘર્ષમાં ઉતરી છે.

વિસ્ફોટ અંગે તાત્કાલિક કોઈએ જવાબદારી સ્વીકારી નથી પરંતુ આંતકીઓએ અનેક અધિકારીઓ અને રક્ષકોના મોત નિપજાવનારા રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને કરેલા ઘાતક હુમલાના અઠવાડિયા બાદ આ હુમલો કરાયો છે.


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો