• Gujarati News
  • Cancer Patient Child Donate Free Food To People In America

લોકોને મફતમાં પસંદગીનું ભોજન ખવડાવીને કેન્સરથી પીડિત બાળક થેંક્સ કહે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇગન (અમેરિકા): મિનેસોટા પ્રાંતના ઇગન શહેરમાં એક ફૂડ ટ્રક ચર્ચ, હોસ્પિટલ, ઘરવિહોણા લોકો અને પોલીસ સ્ટેશનમાં લોકોને તેમની પસંદગીનું મફતમાં ખવડાવી રહ્યો છે. આ ટ્રકને કેન્સર સામે લડી રહેલા 12 વર્ષના લ્યુકાસના નામે ‘શેફલ્યુકાસ ફૂડ’ નામ આપવામાં આવ્યું છે. ખરેખર આ ટ્રક લ્યુકાસની ઇચ્છાથી ચાલી રહ્યો છે. લોકોને તેમની પસંદગીનું ભોજન ખવડાવવાની લ્યુકાસની ઇચ્છા હતી. લ્યુકાસે જ્યારે ‘મેક માય વિશ’ સંસ્થાને પોતાની ઇચ્છા બતાવી તો, સ્વપ્ન સાકાર થઇ ગયું. ખાસ વાત એ છે કે લ્યુકાસ લોકો વચ્ચે જાય છે અને તેમને તેમની પસંદગીનું ભોજન ખવડાવે છે.

આવી રીતે વિચાર આવ્યો

લ્યુકાસ બતાવે છે કે મારો ઇલાજ ચાલુ હતો ત્યારે ચર્ચ અને અન્ય સ્થળોએથી મારા માટે સ્વાદિષ્ટ ભોજન આવતું હતું. મેં હોસ્પિટલમાં ‘શેફ’ મૂવી નિહાળી. તેનાથી મારા મનમાં અન્ય લોકોને આવી રીતે તેમની પસંદગીનું ભોજન ખવડાવવાનો વિચાર આવ્યો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો....