કેનેડાની ચૂંટણીમાં પંજાબના 30થી વધારે ઉમેદવારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેનેડાના સૌથી મોટા રાજ્ય ઓન્ટારિયોમાં 12 જૂને યોજાનારી ચૂંટણીમાં પંજાબી મતદાતાઓ ચૂંટણી પરિણામ પર અસર પાડી શકે છે. આટલું જ નહીં આ વખતની ચૂંટણીમાં 30થી વધુ પંજાબ મૂળના ભારતીય-કેનેડિયન ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. હરિંદર મલ્હી, ગુરપ્રીત ઢિલ્લો, રણદીપ સંધૂ, અમનપ્રીત નાગપાલ, ગુગની ગિલ, હરજીત જસવાન, જયમીતસિંહ જેવા કેટલાક ઉમેદવારોએ પ્રથમવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું છે
આમાંય 70 ટકાની વય 40 વર્ષ કરતા ઓછી છે અને 50 ટકાએ પ્રથમવાર ઉમેદવારી નોંધાવી છે.બ્રેમ્પટન વેસ્ટમાંથી ગુગની ગિલ એનડીપીમાંથી, બ્રેમ્પટન-સ્પ્રિંગડેલ પરથી હરિંદર મલ્હી લિબરલમાંથી તથા ગુરપ્રીત ઢિલ્લો એનડીપીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. પંજાબી મૂળના ભારતીય-કેનેડિયનો પરંપરાગત રીતે એન્ટોરિયોમાં લિબરલ પાર્ટીના સમર્થકો છે.
અગાઉના વર્ષોમાં પંજાબી મૂળના લોકોના વધતાં જતાં પ્રભાવને ધ્યાનમાં લઈ મુખ્ય વિપક્ષ પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ પણ તેમને પણ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રાખ્યા છે