તુર્કી: તુર્કીમાં લગભગ 10 હજાર કરતાં વધારે લોકો ગુરુવારે દેશનો વિશાળ ઝંડો લઇને રાજધાની અંકારામાં રોડ પર ઉતર્યા હતા. આ લોકો તુર્કીનાં સુરક્ષાદળો પર થઇ રહેલા આતંકવાદી હુમલાઓનો વિરોધ કરી રહ્યા હતા. આ વર્ષે જુલાઇથી અત્યાર સુધીમાં અહીં આતંકવાદી હુમલાઓમાં અહીં સંખ્યાબંધ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. આ રેલીમાં એનજીઓ, ટ્રેડ યુનિયનો અને બિઝનેસ ગ્રુપ સામેલ થયા હતા. તેમનું સૂત્ર હતું,‘ એકતા અને સમન્વય માટે હા, આતંકવાદ માટે ના.’
વાતચીતથી વાત નહોતી ઉકેલાઇ
કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે) ત્રસવાદી સંગઠન છે. સરકારની તેની સાથે પાછલા ત્રણ વર્ષથી વાતચીત ચાલે છે, પણ હજુ સુધી તેનું કોઇ નિરાકરણ આવી શક્યું નથી.
120 સૈનિકો માર્યા ગયા છે જુલાઇથી અત્યાર સુધીમાં
31 વર્ષ પહેલાં હથિયાર ઉઠાવ્યાં હતાં આતંકવાદી સંગઠને
40 હજાર લોકો માર્યા ગયા છે 31 વર્ષોમાં