• Gujarati News
  • California's Jain Center Of Southern California Celebrated 25th Anniversary

યુએસમાં કેલિફોર્નિયાના જૈનોનું ભવ્ય સેલિબ્રેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સધર્ન કેલિફોર્નિયાના બ્યુએનાપાર્કમાં આવેલ જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા(JCSC) ની ફક્ત ૩૦ ફેમિલી સભ્યો સાથે 15 સપ્ટેમ્બર, 1979માં શરૂઆત થઇ હતી. JCSC સાથે આજે 1200થી પણ વધુ જૈન પરિવારો સંકળાયેલા છે.
JCSC હાલમાં ધાર્મિક તહેવારોની ઉજવણી, એજ્યુકેશનલ પ્રોગ્રામો, આમંત્રિત મહાનુભાવોના પ્રવચન શ્રેણી, મફત મેડિકલ કેમ્પ જેવી વિવિધ એક્ટિવિટી ચલાવે છે. તે સિવાય એનિમલ સેન્ટર્સને સપોર્ટ કરવાની સાથે કતલખાને લઇ જવાતા પ્રાણીઓને બચાવવા માટે પણ JCSC એક્ટિવ છે.
વર્ષ 2008-09માં JCSCના નવા દેરાસરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નવા દેરાસર અને આરાધના હોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે JCSC પોતાની સિલ્વર જ્યૂબિલી યરનું સેલિબ્રેશન કરી રહ્યું છે. જે અંતર્ગત 27થી 30 જૂન દરમિયાન ચાર દિવસીય ખાસ ઓચ્છવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીમાં ભાગ લેવા માટે ભારતમાંથી પણ કેટલાક શ્રેષ્ઠીઓ જોડાયા હતા. જૈન ધર્મના પ્રખર અભ્યાસીઓ અને મુનીઓ દ્વારા આર્શીવચન આપવામાં આવ્યા હતા.

(ફોટોગ્રાફ્સ સૌજન્યઃ ફેસબુક)
ઓચ્છવના વિવિધ કાર્યક્રમો અંગે જાણવા માટે સ્લાઇડ બદલો...