તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • California Couple Finds $10million Of 19th Century Coins Buried On Their Property

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ પત્ની ફરવા નીકળ્યા હતા અને મળી ગયો દટાયેલો કરોડોનો ખજાનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુએસમાં ઉત્તર કેલિફોર્નિયામાં એક યુગલ ગોલ્ડ કાઉન્ટીમાં આવેલી તેમની પ્રોપર્ટીમાં ફેબ્રુઆરી 2013માં તેમનાં કૂતરા સાથે ફરવા માટે નીકળ્યું હતું ત્યારે તેમનાં હાથમાં આધુનિક સમયનો ખજાનો આવી ગયો. એક જૂના ઝાડની નીચે દટાયેલા દુર્લભ અને ટંકશાળમાંથી જ આવેલા વપરાયા વિનાનાં સોનાનાં સિક્કા પર તેમની નજર પડી હતી, જેનું મૂલ્ય હાલ 10 મિલીયન ડોલર (લગભગ 62 કરોડ રૂપિયા) જેટલું થાય છે.

અહીં મળી આવેલા 1427માંથી લગભગ બધા જ સિક્કા 1847થી 1894 વચ્ચેનાં અને નવા નક્કોર એટલે કે ટંકશાળમાંથી સીધા જ આવેલા હોય તે સ્થિતિમાં છે, તેમ આ સિક્કાની ખરાઇ તપાસનાર સેન્ટા એનાનાં પ્રોફેશનલ કોઇન ગ્રેડિંગ સર્વિસનાં સહસ્થાપક ડેવિડ હોલે જણાવ્યું હતું.

આ બધા જ સોનાનાં સિક્કાની મૂળ કિંમત ભલે 27000 ડોલર જેટલી હોય, પણ તેમાંથી કેટલાક તો એટલા દુર્લભ છે કે નિષ્ણાતોનાં મતે તેમની દરેકની કિંમત 10 લાખ ડોલર જેટલી હોઇ શકે છે.

આ ખજાનો શોધનારનું પ્રતિનિધિત્વ કરનાર પીઢ મુદ્રકશાસ્ત્રી ડોન કેગિન કહે છે કે, હું કોઇ પણ બાબત માતે જીવનમાં એક જ વાર એવું કહેવામાં માનતો નથી, પણ તમને આ પ્રકારનો ખજાનો જોવાની તક ક્યારેય મળતી નથી.


દંપત્તિ કેમ પોતાની ઓળખ જાહેર કરવા નથી માગતુ, અમેરિકામાં ખજાનાનો ઇતિહાસ- વાંચો આગળ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો