તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રાંસઃ 9,840 ફૂટની ઉંચાઈએ કેબલ ટ્રોલી ફસાતા હવામાં જ ગુજારવી પડી રાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિયોન: યુરોપનાં સૌથી ઊંચા પહાડ મોન્ટ બ્લેંક (Mont Blanc) નજીક બે શિખરો વચ્ચે ચાલતી કેબલ ટ્રોલી (રોપ-વે) ગુરૂવારે અચાનક બંદ થઈ જતા 33 લોકો આખી રાત હવામાં ફસાઈ ગયા હતા. રોપ-વે લગભગ 12000 ફૂટ ઊંચે ખોટકાયું હતું. ફસાયેલા લોકો ઠંડીમાં ઠૂંઠવાઇ ન જાય તે માટે હેલિકોપ્ટર દ્વારા રાત્રે ફૂડ અને બ્લેન્કેટ પહોંચાડવામાં આવ્યા હતા. આજે સવારે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી તમામ 33 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
કેવી રીતે લોકો ફસાયા
- ફ્રાંસ 3 ટીવીનાં રિપોર્ટ પ્રમાણે કેબલ કાર અટકાવવાનું કારણે ભારે પવન હતું.
- ભારે પવનને કારણે કેબલ્સ ગૂંચવાઇ ગયા હતા.
- ગૃહમંત્રી બર્નાર્ડ કેજેન્યુવએ કહ્યું કે, ટેક્નિકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ હતી.
- ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી બ્લેન્કેટ અને ફૂડ પહોંચાડવામાં આવ્યું હતું.
111 પેસેન્જર્સ ફસાયા હતા
- ગુરુવારે સાંજે જ્યારે રાઇડ અટકી પડી ત્યારે કુલ 111 પેસેન્જર્સ રોપ-વેમાં ફસાયા હતા.
- જે પૈકી 48 લોકોને ગુરુવારે જ હેલિકોપ્ટર દ્વારા રેક્સ્યૂ કરવામાં આવ્યા હતા.
- જે ટ્રોલી નીચાણવાળા વિસ્તારમાં હતી તેમાંથી 30 લોકોએ રેસ્ક્યૂ વર્કર અને દોરડાંની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.
- ધુમ્મસ ગાઢ અને વાતાવરણ સખત ઠંડું બનતા રેસ્ક્યૂ ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું.
- બાકી રહેલા 33 લોકોને બચાવવા માટે આખી રાત વર્કર્સ કામે લાગ્યા હતા.
- ઝડપથી ફૂંકાતો પવન બંધ થયા પછી, વર્કર્સે કેબલમાં થયેલા ગૂંચવાડાને દૂર કર્યો અને ધીમે ધીમે કેબલનું તાણ ઘટાડીને રાઇડ ફરી શરૂ કરી હતી.
રાઈડ પૂરી થવામાં 35 મિનિટ લાગતી
ફ્રાંસ અને ઈટાલીની બોર્ડર પર સ્થિત હેલબ્રોનર શિખર (Helbronner summit) તથા ઈગાઈલ ડ્ડુ મિડી (Aiguille du Midi) શિખર વચ્ચે ચાલતી લગભગ 9840 ફૂટની ઊંચાઇએ પાંચ કિલોમીટર લાંબી રોપ વે (કેબલ ટ્રોલી) રાઇડ છે. પાંચ કિમીનું અંતર કાપવામાં રોપ વેને 35 મિનિટનો સમય લાગે છે, પરંતુ કોઈ ટેક્નિકલ ક્ષતીને કારણે રાઈડ સાંજે 5:30 વાગ્યાથી ફસાયેલી હતી.
સ્લાઇડ્સ બદલોને જુઓ રોપ વેમાં આખી રાત ફસાયેલા લોકોના અને રેસ્ક્યૂ ઓપરેશનના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો