તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિટિશ રાજસિંહાસનના વારસદારની પ્રતીક્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહી પરિવાર : પ્રિન્સ વિલિયમ અને કેટનું પ્રથમ સંતાન બ્રિટન ઉપરાંત અનેક દેશોમાં હલચલ મચાવશે
બ્રિટિશ રાજપરિવારની પ્રાસંગિકતા અને તેમની પાછળ થતા રહેતા કરદાતાઓના ધનની ઉપયોગિતા અંગે હંમેશાં સવાલ ઉઠતા રહે છે.તે છતાં રાજકુમાર વિલિયમ અને રાણી કેટના પ્રથમ સંતાનને મુદ્દે લોકોમાં ઉત્સુકતા છે.કેટના નામે રાખવામાં આવેલા પ‌શ્ચિ‌મ લંડનના ડચેસ ઓફ કેમ્બ્રિજ બારમાં શરાબની ચુસ્કીઓ લઇ રહેલા ૨૬ વર્ષના શિક્ષક કેરોન ડાવે કહે છે કે ,મેં શાહી લગ્ન જોવા માટે કોલેજમાંથી રજા લીધી હતી.હવે મને નવા મહેમાનની પ્રતીક્ષા છે. મિત્રો તેના ઉત્સાહની મજાક તો ઉડાવે છે પરંતુ સ્વીકાર કરે છે કે આ ઘટના પર તેમની પણ નજર છે.
બ્રિટનમાં શાહી પરિવારની યુવાન પેઢી લોકપ્રિય છે. ૨૦૧૨માં થયેલી એક મોજણીમાં ૩૧ વર્ષના વિલિયમને બ્રિટનના સર્વશ્રેષ્ઠ શાહી દૂત કહેવામાં આવ્યા.તે પછી તેમના નાના ભાઇ ૨૮ વર્ષના રાજકુમાર હેરી અને ૩૧ વર્ષની કેટનો ક્રમ હતો. ૨૦ થી ૩૦ વર્ષના યુવાનો વિન્ડસરના વયોવૃદ્ધ રાજઘરાના સાથે પોતાને જોડી શકતા નથી પરંતુ આ યુવાન ત્રિપુટીમાં પોતાની ઝલક જુએ છે. કેટની ગર્ભાવસ્થાએ આ પ્રભાવને વધાર્યો છે. વિલિયમ -કેટ પોતાના નવજાત શિશુ વિષે જે કોઇ નિર્ણય લેશે તે રાજઘરાનાની બ્રાન્ડને નવેસરથી બતાવવાના વ્યૂહની ઝલક બની રહેશે.
બ્રિટિશ કન્સલ્ટન્સી ફોર રિટેલ રિસર્ચનું માનવું છે કે નવા શાહી મહેમાનના જન્મથી ઉપજેલી આર્થિ‌ક ગતિવિધિઓથી બ્રિટનને રૂપિયા ૨૩૧૧ કરોડ રૂપિયાનો લાભ થશે.બાળકનો જન્મ થતાં જ અધિકારી વડાપ્રધાન કાર્યાલયને માહિ‌તી આપશે.શાહી જન્મ વખતે ગૃહ સચિવની હાજરીની વર્ષો જૂની પરંપરાનું પાલન નહીં થાય.મહારાણી એલિઝાબેથે પ્રિન્સ ચાર્લ્સને જન્મ આપ્યો તેના પહેલાં આ પરંપરા બંધ કરી દેવામાં આવી હતી. બ્રિટિશ પ્રેસ પણ કેટ પર નજર રાખી રહ્યો છે. ગર્ભધારણ કરતાં પહેલાં જ તેમને ગર્ભવતી જોહેર કરી દેવાયા હતા.એ અહેવાલ પણ આવ્યા કે તેઓ જોડિયા બાળકને જન્મ આપશે. ડેલી ટેલિગ્રાફે દાવો કર્યો કે બેબી કેમ્બ્રિજ પુત્રી હશે.એ વાતે સટ્ટો લાગી ગયો કે શાહી દંપતી પોતાની પુત્રીનું નામ એલેક્ઝાન્ડ્રા રાખશે.
શાહી પરિવાર -કેટલીક હકીકત
પ્રિન્સ ચાર્લ્સને શિખવવામાં આવ્યું હતું કે જ્યારે પણ દાદા ,દાદી -તત્કાલીન રાજા ,રાણી-તેમના ખંડમાં આવે તો ઝૂકીને નમન કરતાં તેમનું અભિવાદન કરે.
મહારાણીના તમામ સંતાનો મહેલોમાં જન્મ્યા પરંતુ રાજકુમારી ડાયનાએ આ પરંપરા તોડી નાખી હતી.પ્રિન્સ વિલિયમ અને હેરીનો જન્મ લંડનના સેન્ટ મેરી હોસ્પિટલમાં થયો હતો.
૧૯૪૮માં પ્રિન્સ ચાર્લ્સનો જન્મ થતાં લંડન ટ્રેફલ્ગર ચોકના ફુવારાના પાણીનો રંગ ભૂરો કરી દેવામાં આવ્યો હતો.