UK: બ્રિટીશ લોર્ડનું રાજીનામું, વેશ્યાના બ્રેસ્ટ પરથી ડ્રગ લેવાનો આરોપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડનઃ બ્રિટિશ સંસદના ઉપરના ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સના ઉપાધ્યક્ષ લોર્ડ જોન સ્યુલને રાજીનામું આપી દેવું પડ્યું છે. એક વીડિયોમાં તેમને કથિત રીતે એક પ્રોસ્ટિટ્યુટના બ્રેસ્ટ પર પાંચ પાઉન્ડની નોટ પર રખાયેલું ડ્રગ્સ લેતા બતાવાયા છે. આ અંગે તેમના વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે. સ્યૂલે ગૃહના વિશેષાધિકાર સમિતીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. બ્રિટિશ અખબાર 'ધી સન'માં આ અંગેનો રિપોર્ટ પ્રકાશિત કરાયો છે.

હાઉસ ઓફ લોર્ડર્સના સ્પિકર બેરોનેસ ડિસુઝાએ આ અંગે પુષ્ટી કરતા સ્યૂલના વર્તનને 'અસ્વિકાર્ય' અને 'આધાતજનક' ગણાવ્યું છે.

પોલીસ તપાસ શરૂ

બેરોનેસ ડિસુઝાએ કહ્યું કે 'હાઉસ ઓફ લોર્ડ્સ જાહેર જીવમાં ઉચ્ચ માપદંડોનું રક્ષણ કરે છે. અને આવી ઘટનાઓને સહન નહીં કરે. મેટ્રોપોલિટન પોલીસને તપાસ માટે મામલો સોંપી દેવાયો છે.' લોર્ડ સ્યુલ ટોની બ્લેયર સરકારમાં સ્કોટલેન્ડની બાબતોના પ્રધાન હતાં. વેસ્ટ મિનિસ્ટર અને સ્કોટલેન્ડ સરકારના સંબંધો નક્કી કરનારું સ્યૂલ કન્વેન્શન પણ તેમના નામે જ છે. તેઓ 1996થી જ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય છે. તેઓ અબરડીન યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ પણ રહી ચુક્યા છે.

આગળની સ્લાઈડમાં જુઓ... બ્રિટિશ અખબાર 'ધી સન'એ પ્રકાશિત કરેલી તસવીરો...