બ્રિટનના ડોક્ટરોએ 'વોર્મ લિવર’ પ્રત્યારોપણ કર્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના તબીબોએ અંગ પ્રત્યારોપણમાં મેળવેલી સિદ્ધિ આગામી સમયમાં મહત્ત્વનાં અંગોનું પ્રત્યારોપણ
કરાવતા દર્દી માટે આર્શીવાદરૂપ પુરવાર થઈ શકે છે. તબીબોની ટીમે અહીં એવા ઉપકરણની મદદથી બે લિવર (પિત્તાશય)નું પ્રત્યારોપણ કર્યું હતું જે અંગને 'ર્વોમ’(હુંફાળું) રાખી શકે છે અને શરીરના બહારના ભાગને તેનાથી ઓછી હાનિ પહોંચે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિ‌ટીના વિજ્ઞાનિકોએ આ વિશેષ મશીન તૈયાર કર્યું છે જે માણસના લિવરને શરીરની બહાર ૨૪ કલાક સુધી જાળવી શકે છે અને તેના કારણે જ 'ર્વોમ લિવર’ પ્રત્યારોપણ શક્ય બન્યું છે.

ગત મહિ‌ને લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બંને લિવરના પ્રત્યારોપણના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તબીબોના જણાવ્યા પ્રમાણે બંને દર્દીઓની સ્થિતિ હાલમાં સુધારા હેઠળ છે.