તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ બ્રિટિશ પીએમ કેમરૉનનું રાજીનામું, કહ્યું, 'બેસી રહેવું મને નહીં ફાવે'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડનઃ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરોને સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધુ છે. સોમવારે આપેલા રાજીનામામાં તેઓએ કહ્યું કે 'તેમના માટે સંસદમાં પાછળની સીટ પર બેસી રહેવું મુશ્કેલ છે, 'હું નથી ઈચ્છતો કે પીએમ થેરેસા મે સાથે કોઈ મુદ્દા પર કોઈ મતભેદ થાય'. 23 મેના રોજ બ્રિટનના યૂરોપિયન યુનિયનથી અલગ થયા બાદ કેમરોને 24 જુને પીએમના પદેથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેમરોને બ્રિટનના ઈયુમાં રહેવાનું સમર્થન કર્યું હતું.
શું કહ્યું કેમરોને ?
- 'હું મારી પોઝિશનને લઈને છેલ્લા ઘણા સમયથી વિચારી રહ્યો હતો, બાદમાં મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો'
- 'મને ખબર છે કે રાજીનામા બાદ વિટનીમાં બાઈ-ઈલેક્શન થશે, હું અહીં કંઝરવેટિવ પાર્ટીના ઉમેદવારને જીતાડવામાં મદદ કરીશ'
- 'પીએમની પોસ્ટથી રાજીનામું આપવા અને પોલિટિક્સની મુશ્કેલીઓને કારણે મારું સંસદમાં બેસીને ચર્ચા સાંભળવાનું મુશ્કેલ હશે'
- 'જો કે હું થેરેસા મેને સપોર્ટ કરું છું અને તેમની લીડરશિપમાં કામ કરતો રહીશ'
- રાજીનામા બાદ હજી નક્કી નથી કરાયું કે આગામી દિવસોમાં કેમરોનની ભૂમિકા કેવી રહેશે.
કેમરોનનું કરિયર
- કેમરોન 2001થી ઓક્સફોર્ડશાયરના વિટનીના સાંસદ હતા.
- 2005માં તેઓ કંઝરવેટિવ પાર્ટીના લીડર બન્યા હતા. અને 2010માં બ્રિટનના પીએમ બન્યા.
- સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ કેમરોને કહ્યું કે તેઓ પોતાને મતભેદોથી દૂર રાખવા માટે પદ છોડી રહ્યાં છે.
આગળની સ્લાઈડ પર જુઓ કેમરોનના પરિવારની તસવીર....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો