તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હુમલાના ભય વચ્ચે 8 જુને બ્રિટનમાં ચૂંટણી, ભારતીયો પણ રેસમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલાની અનેક ઘટનાઓ વચ્ચે 8 જુને બ્રિટનમાં ફરી ચૂંટણી યોજાઈ રહી છે. આતંકી હુમલા બાદથી બ્રિટનના પોલિટિક્સ પરિબળો પર ખૂબ જ અસર પહોંચી જેના કારણે આતંકવાદ મુખ્ય મુદ્દો બની ગયો હતો. 8 જુને યોજાનારી ચૂંટણીમાં 56 જેટલા ભારતીય મૂળના લોકો પણ નસીબ અજમાવી રહ્યાં છે.  

- 2015ની ચૂંટણીમાં 10 ભારતીય મૂળના લોકો ચૂંટણી જીતી બ્રિટિશ સંસદમાં સ્થાન મેળવ્યું હતું.
- આ વખતેની ચૂંટણીમાં કુલ 56 ભારતીય મૂળના ઉમેદવાર છે જેમાં 18 વર્ષિય યુવકનો પણ સમાવેશ થાય છે.
- બ્રિટનમાં પ્રીતિ પટેલ, આલોક શર્મ, વિરેન્દ્ર શર્મા અને શૈલેશ વારા જાણીતા ઉમેદવાર છે, આ લોકો અગાઉની જેમ આ વખતે પણ ચૂંટણી જીતશે તેવો વિવિધ સરવેમાં દાવો કરવામાં આવી રહ્યું છે.
 
બ્રેક્ઝિટ અને આતંકી હુમલાની અસર
 
ગત 18 એપ્રિલે પીએમ થેરેસા મેએ મધ્યથી ચૂંટણીની જાહેરાત કરી હતી, બ્રિટનમાં મુખ્ય બે પાર્ટી લેબર પાર્ટી અને કન્ઝર્વેટી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે, બ્રિક્ઝિટ સમયે કન્ઝરવેટિવ પાર્ટીની લીડર થેરેસા મેની લોકપ્રિયતા સારી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવી ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં બ્રિટનમાં ત્રણ મોટા હુમલા થયા છે.
 
બીજી બાજુ 19 જુનથી બ્રેક્ઝિટની પ્રક્રિયા શરૂ થશે અને થેરેસા મેને આશા છે કે UK ઈન્ડિપેન્ડેંટ પાર્ટીના સમર્થકોનો મોટો ભાગ તેમનું સમર્થન કરશે જેથી તેઓ વિરોધ પક્ષ લેબર પાર્ટીની કેટલીક સીટો છીનવી શકે છે. 'સરવેશન' ગ્રૂપે કરેલા સરવેમાં કહેવામાં આવ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટીને 41.6 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. એક સમયે બંને પક્ષ વચ્ચે 20 ટકાનું અંતર હતું જે હવે ઘટીને માત્ર એક ટકા જ રહી ગયું છે. આથી 8 જુને યોજાનારી ચૂંટણી રોમાંચક બની રહશે.
 
અન્ય સમાચારો પણ છે...