તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટનઃ વીઝા ફી વધારાની તૈયારી, કેમરનના પ્રયાસોને લાગી શકે આંચકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનમાં વીઝા ફીમાં વધારો કરવાની યોજના તૈયાર થઈ રહી છે. ગૃહ મંત્રાલય પોતાના બજેટમાં 50 મિલિયન પાઉન્ડનો વધારો કરવા ફી વધારાની તૈયારી કરી રહ્યું છે. આ વધારાની સીધી અસર વડાપ્રધાન ડેવિડ કેમરોનના એવા પ્રયાસો પર પડી શકે છે, જેના મારફતે તેઓ ભારત જેવા દેશોમાંથી આવનારા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં વીઝા ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ પ્રસ્તાવ હેઠળ વીઝા ફીમાં જો ચાર ટકાનો વધારો કરાય તો તે ફુગાવાના દરના બે ગણા કરતાં પણ વધુ હશે.

આ પગલાંને લીધે ગૃહ મંત્રાલય તથા વડાપ્રધાન કેમરોનના મતભેદ સપાટી પર આવી શકે છે. કારણ કે વડાપ્રધાન ડેવિડ કેમરોન ભારત અને ચીન જેવા દેશોમાંથી વિદ્યાર્થીઓ અને વ્યસાયિકોને બ્રિટન આવવા માટે પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહ્યા છે. કેમરોન આ માટે જ અગાઉ બંને વિકાસશીલ દેશોના સંભવિત મુલાકાતીઓ માટે પ્રીમિયમ ફાસ્ટ ટ્રેક વીઝા વ્યવસ્થાની જાહેરાત કરી ચૂક્યા છે, જેથી તેમના વ્યાપાર અભિયાનને આગળ વધારવામાં સહાય મળે.

બીજી બાજુ, બ્રિટનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે કરદાતાઓનો પ્રવાસ વ્યવસ્થા ખર્ચ નીચો લાવવા વીઝા ફીમાં વધારો કરાઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો