તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિટન ઇલેક્શન રિઝલ્ટઃ થેરેસા મે નો દાવ ઉંઘો પડ્યો, બહુમતી નહીં મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપિયન યુનિયનમાંથી છૂટા થવાની પ્રોસેસમાં યુકેમાં પોતાની પકડ વધુ મજૂબત કરવાના હેતુથી બ્રિટનના પીએમ થેરેસા મે એ વહેલી ચૂંટણી કરાવી, પરંતુ મધ્યસત્ર ચૂંટણી યોજવાનો તેમનો દાવ ઊંધો પડી ગયો છે. બ્રિટનની ચૂંટણીમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. બ્રિટિશ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સની કુલ 650 સીટમાંથી થેરેસા મેના નેતૃત્વવાળી કન્ઝર્વેટિવ પાર્ટીને 318, જ્યારે લેબર પાર્ટીને 262 બેઠક મળી છે. બહુમતી માટે 326 સીટ જરૂરી છે. 
 
ડીયુપીનું મેળવશે સમર્થન

- 13મી જૂને સંસદની પ્રથમ બેઠક યોજાશે. તે પહેલા થેરેસા મેએ ડીયુપીનું સમર્થન મેળવવું પડશે. 
- થેરેસા મે જણાવ્યું કે તેઓ ઉત્તર આયરલેન્ડની પાર્ટી ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (ડીયુપી)ના 10 સભ્યોના સમર્થનથી સરકારની રચના કરશે. 
- બ્રિટનમાં 2015માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 331 સીટ મળી હતી. વખતે 318 સીટ મળી છે. લેબર પાર્ટીને 29 સીટનો લાભ મળ્યો છે. 
- લેબર પાર્ટીને 262 સીટ મળી છે. થેરેસા મેએ જણાવ્યું કે વર્ષોથી કન્ઝર્વેટિવ પાર્ટી અને ડીયુપીના મજબૂત સંબંધો છે અને તેઓ એવું મને છે કે બંને પક્ષો દેશના હિતમાં સાથે મળીને કામ કરશે. 
 
રાજીનામું આપવાનું દબાણ

- આ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહીં મળવાને કારણે થેરેસા મે પર વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાનું દબાણ પણ વધી રહ્યું છે. 
- જોકે, તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. 
 
સ્લાઇડ બદલોને જાણો કોણ બનશે બ્રિટનમાં થેરેસા મેની પાર્ટનર 
અન્ય સમાચારો પણ છે...