• Gujarati News
  • Aussie Brigadier Does Over 14,000 Push ups For Treatment Of Martyr Indian Major's Differently abled Son.

ભારતીય મેજરના પુત્રની સારવાર માટે ઓસ્ટ્રેલિયન બ્રિગેડિયર ‘પુશ-અપ્સ’ લગાવી રહ્યો છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ ઓસ્ટ્રેલિયન સૈન્યના બ્રિગેડિયર બિલ સૉઉરી પોતાની પત્નિ અને મિત્રની સાથે)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક શહીદ ભારતીય મેજર સાથેની મિત્રતા નિભાવવા માટે ઓસ્ટ્રેલિયન સેનાના બ્રિગેડિયર હાલના સમયમાં એક અનોખા અભિયાન પર છે. મેજર મોહિત વિગના બિમાર પુત્રને મદદ કરવા ઓસ્ટ્રેલિયન સૈન્યના બ્રિગેડિયર બિલ સૉઉરી ‘પુશ અપ્સ’ લગાવી રહ્યા છે. તેમનો હેતુ બિમારીની સારવાર માટે 25 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 25 લાખ રૂપિયા એકઠા કરવાનો છે. સૉઉરી પોતાના ચેરીટી ‘પુશ અપ્સ’ મારફતે અત્યાર સુધી લગભગ 10 લાખ રૂપિયા જમા કરાવી ચૂક્યા છે. બિલ સૉઉરી ત્રણ સપ્તાહમાં કુલ 14 હજાર ‘પુશ અપ્સ’ લગાવશે.
ટૂર ડી ફ્રાંસ રેસની કુલ લંબાઇ કરતા ચાર ગણા વધારે ‘પુશ અપ્સ’ લગાવશે
સૉઉરી જણાવે છે કે 14 હજાર ‘પુશ અપ્સ’નો તેમનો આંકડો ટૂર ડી ફ્રાંસ રેસની કુલ લંબાઇ (3500 કિમી) કરતા ચાર ગણા વધારે છે. સૉઉરી રોજ સ્થાનિક જીમમાં ‘પુશ અપ્સ’ લગાવી રહ્યા છે. તેમની દીકરી સારાહ ‘પુશ અપ્સ’ વિડિયો યુ-ટ્યુબ પર અપલોડ કરી રહી છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ- બે સૈનિકો વચ્ચેની દોસ્તીની વાર્તા