તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોયફ્રેન્ડ ખુશીનો માર્યો બ્રિજ પરથી કૂદતાં મોતને ભેટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઇજિંગ: જાપાનમાં એક હૃદયદ્રાવક ઘટનામાં 32 વર્ષના એક યુવકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને ગર્લફ્રેન્ડે તેનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો તેની ગણતરીની પળોમાં જ યુવકનું બ્રિજ પરથી પડી જતાં મોત થયું. યુવક ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા એક ઘૂંટણના સહારે બેઠો હતો. ગર્લફ્રેન્ડે પ્રસ્તાવ સ્વીકારતાં તે એટલો ખુશ થઇ ગયો કે તેણે રેલિંગ પર કૂદકો માર્યો.

કમનસીબે તેણે બેલેન્સ ગુમાવ્યું અને અંદાજે 100 ફૂટની ઊંચાઇએથી દરિયામાં ખાબક્યો. જાપાનના ઓકિનાવાના મિયાકો અને ઇરાબુ ટાપુઓને જોડતા 2.1 માઇલ લાંબા ઇરાબુ બ્રિજ પર આ દુર્ઘટના સર્જાઇ. તેની હતપ્રભ ગર્લફ્રેન્ડે ઇમરજન્સી કૉલ કર્યા બાદ સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું, જેના 7 કલાક બાદ યુવકનો મૃતદેહ મળ્યો. પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ આ બનાવ બન્યો ત્યારે યુવક શરાબના નશામાં હોવાનું માલૂમ પડ્યું છે.
અન્ય સમાચારો પણ છે...