પાકિસ્તાનમાં શ્રેણીબધ્ધ બોમ્બ બ્લાસ્ટ, 53નાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં જુદા જુદા આતંકવાદી હુમલાઓમાં 53 વ્યક્તિઓનાં મોત થયાં છે જ્યારે 140થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ગઇકાલે કુએટામાં ભયાનક બોમ્બ વિસ્ફોટમાં 17 લોકોનાં મોત થયાં હતાં. અન્ય બે વિસ્ફોટમાં મસ્જિદ પાસે 29 લોકોનાં મોત થયાં હતાં.

દક્ષિણ વઝિરિસ્તાનમાં રેકેટ બોમ્બ હુમલામાં ચાર લોકોનાં મોત થયાં હતાં. બ્લાસ્ટમાં 40-50 કિલો વિસ્ફોટકો વપરાયાં હતાં. હુમલામાં 10 વાહનો અને અનેક દુકાનો ખાખ થઇ ગયાં હતાં.

દવાખાને ખસેડાયેલાં અનેક લોકો ગંભીર હાલતમાં છે. કારમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કોઇ જૂથે લીધી નથી.