• Gujarati News
  • Boko Haram Raids Nigerian Villages Killing 35 Says Officials

નાઈજિરીયામાં બોકો હરામનો આતંક ચાલુ, 35 ગ્રામિણોની હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતંકવાદી સંગઠન જાહેર કરાયા બાદ બોકો હરામના હુમલાણી તિવ્રતા વધી ગઈ છે. નિશાન પર છે ઉત્તર નાઈજિરીયાના ગ્રામિણો. મળી રહેલા અહેવાલો અનુસાર બોકો હરામના આતંકવાદીઓએ બોર્ના રાજ્યના ત્રણ ગામો પર હુમલો કરી 35 લોકોની હત્યા નિપજાવી દીધી છે. સૈન્યના સુત્રોના મતે ડઝનોની સંખ્યામાં આવેલા બોકો હરામાના લડવૈયાઓ મિલિટ્રીના પહેરવેશ ધારણ કરીને આવ્યા હતાં. બધા જ બંદૂકો અને અન્ય હથિયારોથી લેસ હતા. આતંકવાદીઓએ ગુમશી, અમુદા તેમજ અરબોક્કોમાં ગોળીઓ વરસાવ્યા બાદ કેટલાય ઘરોમાં પેટ્રોલ બોમ્બ દ્વારા હુમલો કરીને આગ ચાંપી દીધી હતી.
મેદુગુરીમાં એક સૈન્ય અધિકારીએ નામ ના છાપવાની શરતે જણાવ્યું કે એકલા ગુમશી ગામમાં ઓછામાં ઓછા 26 લોકોની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગુમશીમાં આતંકવાદીઓએ બુધવારે સવારે છ વાગ્યે હુમલો કર્યો હતો. પડોશી ગામ અમુદા અને અરબોક્કોમાં બે વાગ્યે સવારે હુમલો કરાયો હતો.