બોકો હરમ અને ચાડ સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અનેક આંતકીઓના મોત, 100થી વધારે બંધકો મુક્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અબુજામાં અપહ્રત છોકરીઓના સગાઓએ પરત આવોના બેનર સાથે પ્રદર્શન યોજયા હતા)
મેદુગુરીઃ નાઈજિરિયામાં આતંક મચાવી રહેલાં આતંકવાદી સંગઠન બોકો હરમની ચુંગાલમાં ફસાયેલા 100માંથી મોટા ભાગના લોકોને પડોસી દેશ ચાડના સુરક્ષા દળોએ મુક્ત કરાવ્યા છે. શનિવારે આ માહિતી નાઈજિરિયાના સુરક્ષા અધિકારી અને સ્થાનિક આત્મ સુરક્ષા સદસ્યએ આપી હતી.
નામ જાહેર ન કરવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે આતંકીઓએ 10 ઓગસ્ટે ડોસોન બાગાના કુકુવામાંથી આ લોકોનું અપરહણ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આતંકીઓ જ્યારે બંધકો સાથે ચાડ સીમા પાર કરી રહ્યા હતા ત્યારે તેઓ ચાડ સુરક્ષા દળોની નજરમાં આવી ગયા હતાં. આ સાથે સર્જાયેલી અથડામણમાં મોટા ભાગના આતંકીઓ ઠાર મરાયા હતા અને મોટા ભાગના અપહ્રત લોકોને મુક્ત કરાયા હતાં. જો કે કેટલાક આતંકી બંધકોને લઈને ભાગી છૂટવામાં સફળ થયા હતાં.
બોકો હરમ વિરોધી ચળવળના એક સદસ્ય મોહમ્મદ ગાવાએ જણાવ્યું હતું કે આતંકીઓએ ચાડ તળાવમાં એક સ્પીડ બોટમાં 20 મહિલાઓ તથા 70 યુવાન છોકરાઓનું બળજબરીથી અપરહણ કર્યું હતું. આ સ્થળ નાઈજિરિયા, ચાડ, નાઈજર અને કેમરુનની સીમા સાથે જોડાયેલું છું.
નાઈજિરિયા આ આતંકવાદી જૂથ સાથે 2009થી સંઘર્ષમાં ઉતર્યું છે, પરંતુ એપ્રિલ મહિનામાં ચિબુક ગામમાંથી 200થી વધારે શાળાની વિદ્યાર્થીનીઓનું અપરહણ કરાયા બાદ આ આતંકવાદી સંગઠન વૈશ્વિક નારાજગીનું ભોગ બન્યું છે. આ પૈકી 60 વિદ્યાર્થીનીઓ ભાગી છૂટવામાં સફળ થઈ છે જ્યારે બાકીની છોકરીઓની કોઈ જ ભાળ મળી નથી.
આગળની સ્લાઈડમાં જૂઓ, અબુજામાં અપહ્રત છોકરીઓના સગાઓ ચોપાનિયા વહેંચી રહ્યા છે...