તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસ જાતે જીવતાં રહેવા ખાવું પડશે આવું, છી..છી...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની વસતી 7 અરબનો આંક પાર કરી ગઈ છે. જો આ જ રીતે વસતી વિસ્ફોટ ચાલુ રહેશે તો ટુંકમાં એવો સમય આવશે કે, દરેક ભુખ્યા લોકો સુધી અન્ન પહોંચાડવું મુશ્કેલ બનશે. નિષ્ણાતોનો માનીએ તો નજીકના ભવિષ્યમાં માણસ જાત પાસે કીડા-મકોડા અથવા અન્ય જીવજંતુ ખાઈ ને જીવતા રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચશે નવીં.

આ વર્ષે મૉન્ટ્રિયલ સ્થિત મૈકગિલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક સમૂહે આ વર્ષે અનોખા પ્રોજેક્ટ માટે હલ્ટ પુરસ્કાર જીત્યો હતો. તેમને કીડા-મકોડા ધરાવતો પ્રોટીન યુક્ત લોટ તૈયાર કરવા બદલ આ પુરસ્કાર મળ્યો હતો. પુરસ્કારરૂપે તેમને એક મિલિયન ડોલરની રકમ મળી હતી. આ રકમની મદદથી તેઓ તેમના રિસર્ચ અને અન્ય પ્રયોગોને આગળ ધપાવી શકશે.

30 સ્પટેમ્બરના એબીસી ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ ગ્રુપના મુખ્ય સ્ટૂડન્ટ રિસર્ચર મોહમ્મદ એશોરે જણાવ્યું હતું કે તેમની ટીમ ખાદ્ય પદાર્થ માટે કીડા ઉપર પ્રયોગ કરશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુનાઈટેડ નેશનની ફૂટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેનું ટાઈટલ હતું, 'ખાવા લાયક કીડાઃ ભવિષ્યનો ખાદ્ય વિકલ્પ'. આ રિપોર્ટમાં ખાવા યોગ્ય કીડા-મકોડા અંગે વિસ્તૃત વિવરણ કરાયું છે. તમને જણાવી દઈએ કે જીવજંતુને ખાવા માટે વિજ્ઞાનમાં એક શબ્દ વાપરવામાં આવે છે 'એન્ટોમોફૈગી'.

ઈએફઓ (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઓફ ધી યૂનાઈટેડ નેશન) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટના આધારે divyabhasakr.com તમને એવા જીવજંતુ વિશે જણાવા પ્રયાસ કરી રહ્યું છે, જેને ભવિષ્યમાં વૈકલ્પિક ભોજન તરીકે લઈ શકાય છે.

આગળ સ્લાઈડમાં જુઓ, ભવિષ્યમાં માનવીના વૈકલ્પિક ભોજન કેવું હશે...