• Gujarati News
  • Shanyna Is The Only Person In The World Suffering From The Bizarre Disease.

આ મહિલાના શરીર પર વાળને બદલે નખ ઉગે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ શાન્યના, ઇન્સેટ તસવીરમાં હાથમાં રૂવાંટીના બદલે ઉગેલા નખ)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે કોઇ વ્યક્તિના શરીર પર રૂવાંટી ઉગે એ કાંઇ નવી વાત નથી પરંતુ જો રૂવાંટીના બદલે નખ ઉગે તો જરૂર ચોંકી જવાય. મૈરીલેન્ડની એક મહિલાની સાથે આવુ જ થઇ રહ્યુ છે. આ 32 વર્ષીય મહિલાનું નામ શાન્યના ઇશૉમ છે. આ મહિલા એક મિસ્ટિરિયસ સ્કિન ડિસઓર્ડરથી પીડિત છે. વર્ષ 2009થી આ મહિલાના શરીર પર રૂવાંટીના છિદ્રોમાંથી વાળના બદલે નખ ઉગી રહ્યા છે.
રહસ્યમયી બીમારી
છેલ્લા પાંચ વર્ષોમાં બાલ્ટિમોરમાં શાન્યનાની સારવાર કરી રહેલા ડોક્ટરોને પણ વિચિત્ર બિમારી વિશે કાંઇક વિશેષ જાણકારી નથી. તેમના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં આ એક અનોખો કેસ છે. શાન્યનાને આ વિચિત્ર બિમારીનો ભોગ વર્ષ 2009માં બની હતી. મળતી વિગતો પ્રમાણે આ દરમિયાન તેને અસ્થમાના એક એટેકનો પણ સામનો કરવો પડ્યો. બિમાર હાલતમાં જ તેને હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં લાવવામાં આવી હતી અને જરૂરી સારવાર કરાઇ હતી. જો કે એટેકની ઘટનાના થોડા દિવસો બાદ તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો પરંતુ તે સમયથી જ તેને સ્કિન ડિસઓર્ડર સ્વરૂપે એક નવી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રહસ્યપૂર્ણ બીમારીને કારણે જોન્સ હોપકિન્સમાં તેના પર ઘણા પરીક્ષણ કરવામાં આવ્યા પરંતુ બીમારી પાછળનું સત્ય જાણી શકાયુ નહી.
ખર્ચાળ સારવાર
વર્ષ 2012માં તેની હાલતમાં સુધારા માટે એક નવી ટ્રીટમેન્ટ કરવાની યોજના બનાવવામાં આવી. આ બહુ ખર્ચાળ સારવાર હતી જેમાં શાન્યનાના શરીર પરથી નખને દૂર કરવાના હતા. વર્ષ 2012થી જ શરીર પરથી નખ દૂર કરવા માટે શાન્યનાને બાલ્ટિમોરનો પ્રવાસ કરવો પડે છે. મહિનામાં એકવાર કરવામાં આવતી આ ટ્રિટમેન્ટ પાછળ આશરે 25,000 ડોલર એટલે કે 15,46,375 રૂપિયાનો ખર્ચ થાય છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ સંબંધિત વધુ તસવીરો.....