કાશ્મીર ઝૂંટવી લઇશું : બિલાવલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોની ફાઇલ તસવીર)
- પાક.માં વડાપ્રધાનના સલાહકાર સરતાજ અઝીઝે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો

કરાચી: ભારત વિરૂધ્ધ નવેસરથી વિષ વમન કરતા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરને ભારત પાસેથી ઝૂંટવી લેવાનો સંકલ્પ લીઘો હતો.ભુટ્ટો પરિવારના 26 વર્ષિય વારસે ગઇકાલેપોતાની પહેલી સાર્વજનિક રેલીમાજણાવ્યુ હતુ કે,’હુ જ્યારે કાશ્મીર મુદ્દો ઉઠાવુ છું ત્યારે સમગ્ર હિંદુસ્તાન ચિત્કારી ઉઠે છે.તે– જાણે છે કે જ્યારે એક ભુટ્ટો બોલે છે ત્યારે,તે–(ભારતીયો) પાસે કોઇ જવાબ નથી હોતો. બિજિ બાજુ પાકિસ્તાનના િવદેશ મામલાના વડાપ્રધાનના સલાહકાર સરતાજ અઝિઝે સંયુક્ત રાષ્ટ્રના વડા બાન કિ મૂનને ફોન કરી ફરીથી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો.

પાકિસ્તાનનાં સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની મજાર ખાતે પાર્ટીના હજારો સમર્થકોની તા‌ળી–ના ગડગડાટ વચ્ચે તેમણે વધુ મા કહ્યુ હતુ કે આપણે ભારત પાસેથી કાશ્મીર પાછુ લઇશુ.પાકિસ્તાનની આગલી પેઢીના રાજકારણીએ જણાવ્યુ હતુ કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે જ પણ તે–કોઇને ભારત પાકિસ્તાન મંત્રણાને કાશ્મીર મુદ્દાના નામે બાનમાં મહી લેવા દે.તેમમે કહ્યુ હતુ કે,તે– પણ કાશ્મીરમાં શાંતિ ઇચ્છે છે અને કાશ્મીર મુદ્દે તેમના નિવેદનોને ખોટી રીતે ન સમઝવા જોઇએ. પાકિસ્તાનના ભાવી વડાપ્રધાન તરીકે રજૂ કરાઇ રહેલા બિલાવલે કહ્યુ હતુ કે,ભારત સરકાર અને મીડીયા પીપીપીની છબી ખરડવાનો તેમજ તેના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તે એક માત્ર પાકિસ્તાની પાર્ટી છે, જેનો અવીજ સમગ્ર વિશ્વમાં સંભળાય છે.
આગળ વાંચો, કાશ્મીરમાં અખનુર સરહદે પાકિસ્તાનનો ગોળીબાર