65ની ઈન્ડો-ચાઈના વૉર અંગે ચાઈનીઝ રણનીતિકારે કર્યો સૌથી મહત્વનો ખુલાસો
ભારત અને ચીન વિરુદ્ધ થયેલા યુદ્ધને 20 ઓક્ટોબરના રોજ 50 વર્ષ પુરા થઈ રહ્યાં છે. ત્યારે એશિયાના આ બે શક્તિશાળી રાષ્ટ્ર વિરુદ્ધ કેવી રીતે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ, તેનું પરિણામ શું રહ્યું અને એવા જ અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓનો વંટોળ ફરી વહેવા થયો છે. ત્યારે ચીનના જ એક રણનીતિકારએ આ યુદ્ધ અંગે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડિઝના પ્રોફેસર ડીન વાગે આ ઈન્ડો-ચાઈના યુદ્ધ પાછળના કારણો અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, ચીનના માથે યુદ્ધ થોપી દેવા પાછળ માઓ ત્સે તુંગનો સ્વાર્થ જવાબદાર હતો. કમ્યુનિસ્ટ પાર્ટી પર પોતાનો અંકુશ જળવાઈ રહે તે માટે માઓએ ભારત વિરુદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું હતું. વાંગ એ ચાઈનીઝ વિદેશ મંત્રાલયના નીતિ સલાહકાર સમિતિના પણ સભ્ય છે. વાંગે જણાવ્યું છે કે, ખેતિ આધારિતી અર્થતંત્રમાંથી આધુનિક સમાજ બનાવવાના માઓના અભિયાન જોત જોતામાં ‘ગ્રેટ લીપ ફોરવર્ડ’ સંકટમાં બદલાઈ ગઈ હતુ. અને આ યુદ્ધને લીધે લાખો લોકોને પોતાનો જીવ ખોવો પડ્યો હતો.
વાંગના મતે આ એ સમય હતો જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી પર માઓની પકડ ઢીલી પડી રહી હતી. જેને લીધે પાર્ટી પર પોતાનો અંકુશ ચાલું રાખવા માટે માઓએ તિબ્બટ રેજિમેન્ટમાંથી સૈન્યના કમાન્ડરને બોલાવી પુછ્યું હતું કે શું ભારત વિરુદ્ધ યુદ્ધ થઈ શકે ખરું? કમાન્ડરે આ બાબતમાં લીલી ઝંડી આપી દીધી અને તે બાદ જે થયું તે ઈતિહાસ બની ગયું છે.
ઈન્ડો-ચાઈના વૉર અને સહદર વિવાદને કોઈ સંબંધ નથી.
વાંગ માને છે કે, ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધમાં સરહદ વિવાદને કોઈ સંબંધ નથી. એટલં જ નહીં, હાલમાં બન્ને રાષ્ટ્રો વચ્ચેના વિવાદના ઉકેલ માટે તેમણે યથાસ્થિતી પર મંજૂરીની મ્હોર મારવાની સલાહ પણ આપી છે.
આ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો:
Related Articles:
આ તસવીરો દ્વારા ચીન બતાવી રહ્યું છે ભારતનું ‘ડર્ટી પિક્ચર’
ચુશૂલ આજે પણ ચીન સામે લડી રહ્યું છે
ચીન ગમે તેટલી દાદાગીરી દેખાડે, ભારત સામે થશે મજબુર
વિકાસની પિપૂડી વગાડતું ચીન, આ ઘટના વાંચ્યા પછી શું કહેશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.