તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાઢી - મૂછ વાળી છોકરીથી લઈને ઊંચી ખુરશી વર્લ્ડ રેકોર્ડની યાદીમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂયોર્કઃ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાની 62મી યાદી જાહેર કરી છે. આ વખતે દુનિયાભરના ચાર હજાર કરતા વધારે અદભુત રેકોર્ડને યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે સૌથી લાંબી બિલાડીથી લઇને સૌથી 56 ફૂટ ઊંચી ખુરશીને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ હરનામ કૌરનું કરતબ સૌથી અનોખું હતું. તો ઇટાલીની દિમિત્રી પેનસિએરાએ એક કોન પર 121 આઇસક્રીમ સ્કૂબ બેલેન્સ કરવાનો રેકોર્ડ બનાવ્યો. આવા કેટલાક રેકોર્ડ વિશે જાણીએ....
અજીબ બીમારીએ રેકોર્ડ અપાવ્યો

બ્રિટનની હરનામને ગિનીઝમાં ‘દાઢીવાળી સૌથી યુવા યુવતી’ તરીકે સામેલ કરાઈ છે. તેને ‘પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ’ છે. જેના કારણે મોંઢા પર વધારે વાળ ઊગે છે. પીડા થતી હોવા છતાં હરનામે તે સહન કર્યું અને તેને નહીં કાપવાનો નિર્ણય કર્યો. હરનામે આ વર્ષે ઇન્ટરનેશનલ ફેશન શોમાં રેમ્પવોક પણ કર્યું.

સૌથી મોટી રોકિંગ ચેર અને સૌથી મોટી વિન્ડ ચાઇમ બનાવી

અમેરિકાના જિમ બોલિને દુનિયાની સૌથી મોટી રોકિંગ ચેર બનાવી છે. આ 56.1 ફૂટ ઊંચી અને 32 ફૂટ પહોળી છે. ઇલેનોયમાં રહેતી જિમ બોલિને જ સૌથી મોટી વિન્ડ ચાઇમ પણ બનાવી છે. તો જર્મનીના બર્ન્ડ શ્મિટ પોતાના મોટા મોંઢાને કારણે સ્થાન મેળવ્યું છે. તેમનું મોઢું 3.5 ઇંચ મોટું છે. રેકોર્ડ માટે બર્ન્ડે પોતાના મોંઢામાં સળિયો લગાવ્યો હતો.
સૌથી લાંબી ટ્રકઃ અમેરિકાના બ્રેડ અને જેન કૈમ્બેલે દુનિયાની સૌથી લાંબી ટ્રક બનાવી. જેની લંબાઇ 32 ફૂટ છે.
સૌથી મોટી બિલાડીઃ 3 ફૂટ લાંબી બ્રિટનની લુડો નામની બિલાડી સૌથી લાંબી જીવિત બિલાડી છે. તેનો આકાર સામાન્ય બિલાડીઓ કરતાં ત્રણ ઘણો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો