તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- બરાક ઓબામાની અફઘાનમાંથી સૈન્ય પાછું ખેંચવાની ચેતવણી
- અમેરિકા માટે અફઘાનિસ્તાનમાં પોતાના સૈન્યની મોટી ટુકડીઓ રાખવાનું મુશ્કેલ થશે
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હામિદ કરઝાઈના બહાને અફઘાનિસ્તાનના ભાવિ રાષ્ટ્રપતિને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે જો સુરક્ષા સમજૂતી નહીં કરવામાં આવે તો અમેરિકા ચાલુ વર્ષના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચી લેશે. અફઘાનિસ્તાનમાં આગામી એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. વર્તમાન રાષ્ટ્રપતિ કરઝાઈએ અત્યાર સુધી સમજૂતી કરવાની ના પાડી છે.
ઓબામાએ મંગળવારે કરઝાઈ સાથે ૪૦ મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે પેન્ટાગોનને આદેશ આપી રહ્યા છીએ કે આ વર્ષના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી સૈન્ય હટાવી લેવામાં આવે. સામાન્યપણે આવી વાતો ફોન પર નથી થતી હોતી. ઓબામાએ કરઝાઈને સ્પષ્ટ કહ્યું હતું કે લાંબાગાળાની સુરક્ષા સમજૂતીમાં વિલંબ થઈ રહ્યો છે. તેનાથી અમેરિકા માટે અફઘાનિસ્તાનમાં પોતાના સૈન્યની મોટી ટુકડીઓ રાખવાનું મુશ્કેલ થશે.
અમેરિકાની આ ધમકી ઓબામા-કરઝાઈ સંબંધોમાં નવો વળાંક દર્શાવી રહી છે. જોકે કરઝાઈ ભલે સમજૂતી પર હસ્તાક્ષરની ના પાડે પરંતુ તેમનું સ્થાન લેવા માટે ચૂંટણીમાં ઉતરેલા કેટલાક ઉમેદવારોએ આ સમજૂતીની તૈયારી દર્શાવી છે. અમેરિકા ઈચ્છે છે કે, તેમનું સૈન્ય ૨૦૧૪ પછી પણ અફઘાનિસ્તાનમાં યથાવત રહે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.