ડેલાવેર: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
બરાક ઓબામા ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથે જોડાયેલી સંસ્થા બીયુ બિડન ફાઉન્ડેશનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે એક પિતા અને પુત્રીના સંબંધો પર મુક્ત રીતે વાત કરી. તેમણે લગભગ એક મહિના પહેલાંની ઘટનાનો ઉલ્લેખ કર્યો. જ્યારે તેઓ પોતાની મોટી પુત્રી માલિયાને હાર્વર્ડ યુનિવર્સિટી મૂકીને પરત આવી રહ્યા હતા. તે વખતે ઓબામા બહુ ભાવુક થઇ ગયા હતા. આ એક કિસ્સા દ્વારા ઓબામાએ પરિવારના મહત્વ પર પણ વાત કરી. સ્પીચના ચુનંદા અંશ...
જિંદગીના આખરી સમયમાં એ જ ખુશી યાદ રહેશે જે આપણને આપણાં બાળકો પાસેથી મળી હોય...
આપણામાંથી એ દરેક માણસ, જેની કોઇ પુત્રી છે તેણે એ જરૂર મહેસૂસ કર્યું હશે. તે એ છે કે પુત્રીઓ બહુ વહેલા મોટી થઇ જાય છે. ગયા મહિને હું પુત્રી માલિયાને હાર્વર્ડ યુનિવર્સિટી ડ્રોપ કરીને પરત આવી રહ્યો હતો. એ મારા માટે મુશ્કેલ સમય હતો. મને ગર્વ છે કે હું તેની સામે ન રડ્યો પરંતુ તેનાથી અલગ થતાં જ હું મારાં આંસુ રોકી ન શક્યો. મારી સાથે ચાલી રહેલા સિક્રેટ સર્વિસના લોકો પણ એવી રીતે વ્યવહાર કરી રહ્યા હતા જાણે કે તેઓ મારાં હિબકાનો અવાજ સાંભળી ન રહ્યા હોય. મિશેલ પણ મારી સાથે ચાલી રહ્યાં હતાં. હું ચૂપચાપ આંસુ અને પોતાનું નાક લૂંછતા આગળ વધતો રહ્યો. તે વખતે એવું લાગ્યું કે જેમ કે હું પોતાની ઓપન હાર્ટસર્જરી કરાવી રહ્યો છું. એક પિતા હોવાના નાતે આ મારો અનુભવ છે. દુનિયાના દરેક પિતા પોતાની દીકરીથી અલગ થતી વખતે આવું મહેસૂસ કરી ચૂક્યો હશે. નાની-નાની પળો જિંદગીને અર્થ આપે છે. મારા માટે મારી પુત્રીનો હાથ પકડવો, તેની સાથે હિંચકા ખાવા, તેમના સ્કૂલના કિસ્સા સાંભળવા.. આ બહુ મહત્વ ધરાવે છે. તેના વિશે આપણે જરૂર ચિંતા કરવી જોઇએ. હું આ વાતને મૃત્યુ સમય સુધી ભૂલીશ નહીં. ભલે જ આપણે ઘણું બધું હાંસલ કર્યું છે પરંતુ જીવનના અંતિમ દિવસોમાં એ જ વાતો યાદ રહે છે જેમાં બાળકોની ખુશીઓ હોય છે કે જે આપણને પોતાનાં બાળકો પાસેથી મળી છે.
‘ગર્વ છે કે હું તમારા બંનેનો પિતા છું’
ઓબામાએ આ વર્ષની શરૂઆતમાં વ્હાઇટ હાઉસમાં પોતાના વિદાય સંબોધનમાં પણ કહ્યું હતું કે તમે બંને (માલિયા અને સાશા)એ સ્પોટલાઇટને બહુ સારી રીતે સંભાળ્યું. મેં પોતાના જીવનમાં જે કંઇ પણ હાંસલ કર્યું છે, તેમાં સૌથી વધુ ગર્વ એ વાતનો છે કે હું તમારો પિતા છું.