• Gujarati News
  • Bangladesh Executes War Crimes Convict Jamaat e Islami Leader Kamaruzzaman

બાંગ્લાદેશઃ કમરુજ્જમાને ફાંસીના વિરોધમાં પ્રદર્શન કરશે જમાત-એ-ઇસ્લામી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢાકાઃ યુદ્ધગુના અને નરસંહારના ગુનેગાર જમાત-એ-ઇસ્લામીના નેતા મોહમ્મદ કમરજ્જમાને ફાંસીના વિરોધમાં બાંગ્લાદેશમાં હિંસા ભડકવાની આશંકા છે. કમરુજ્જમાને વર્ષ 1971માં આઝાદીના સંઘર્ષ દરમિયાન હિંસાનો ગુનેગાર માનવામાં આવ્યો હતો. તેને શનિવારની રાત્રે 10:01 વાગ્યે ઢાકાની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી. બાંગ્લાદેશમાં યુદ્ધ અપરાધ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ટ્રાયલ દરમિયાન આ બીજી મહત્વની ફાંસી છે.
જમાત-એ-ઇસ્લામીને કમરુજ્જમાની ફાંસીના વિરોધમાં સોમવારે દેશવ્યાપી બંધ બોલાવ્યુ છે. આ દરમિયાન યુદ્ધ ગુનેગારોના ટ્રાયલ અને ફાંસીના સમર્થન કરનારા હજારો લોકો પણ એકઠા થયા હતા. બંન્ને પક્ષો વચ્ચે ટકરાવની શક્યતા જોતા ઢાકા સહિત કેટલાય અન્ય શહેરોમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
ફરિયાદ પક્ષના જણાવ્યા પ્રમાણે, જમાત-એ- ઇસ્લામી પાર્ટીના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ કમરુજ્જમાએ 1971માં પાકિસ્તાની સૈન્ય સાથે મળીને 120 લોકોની હત્યા કરી હતી. તે સિવાય તેના પર લગાવવામાં આવેસા બળાત્કાર, અપહરણ, અને અત્યાચારના આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ વર્ષ 1971માં આઝાદીના યુદ્ધ દરમિયાન 30 લાખ લોકોના મોત માટે પાકિસ્તાનને જવાબદાર માને છે. નવ મહિના સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન બે લાખ મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને એક કરડો કરતા વધુ લોકોને રેફ્યુજી કેમ્પમાં રહેવુ પડ્યુ હતું.