તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢાકા હુમલોઃ આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીનના મુખ્યાની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશની સિક્યુરિટી ફોર્સે સ્થાનિક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ (JMB)ના મુખ્યાની ધરપકડ કરી છે. ઢાકા રેસ્ટોરાંમાં પર હુમલો કરનારા આતંકીઓ JMBનાં હોવાનું બહાર આવ્યું હતુ. ઢાકાનાં નોર્થમાં આવેલા ટોંગીમાં ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થિત એક બિલ્ડિંગ પર એપિડ એક્શન બટાલિયને દરોડા પાડ્યાં હતા. કોણ છે JMBનો મુખ્યા.....
- બાંગ્લાદેશની રેપિડ એક્શન ફોર્સે JMBનો મુખ્યા મહમુદુલ હસનની ધરપકડ કરી છે.
- બાંગ્લાદેશમાં આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે જાણીતું છે જમાયૈતુલ મુઝાહિન બાંગ્લાદેશ,
- રેપિડ એક્શન ફોર્સના પ્રવક્તાનું કહેવું છે કે હસન JMBનો રિઝનલ હેડ છે અને તે આતંકીઓને ટ્રેનિંગ પણ આપે છે.
- દરોડા દરમિયાન પોલીસને હસનના ઘરેથી હેન્ડ મેડ બોંબ, તથા બોંબ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતુ.
- ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ ઢાકામાં કાફેમાં થયેલા આતંકી હુમલામાં JMBનો હાથ હોવાનું બહાર આવ્યું હતુ.
- તો આતંકી સંગઠન ISએ પણ કાફે હુમલામાં તેનો હાથ હોવાનું સ્વીકાર્યું હતુ.
- જો કે બાદમાં બાંગ્લાદેશ પોલીસે હુમલા પાછળ સ્થાનિક આતંકી સંગઠનનો હાથ હોવાનું જણાવ્યું હતુ.
- બાંગ્લાદેશના સીનિયર ઓફિસરોએ ઢાકા હુમલામાં ઈન્ટરનેશનલ ક્નેક્શન હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી.
શું છે JMB ?
જેએમબી પ્રતિબંધિત કટ્ટર ઇસ્લામી સંગઠન છે. તે 1998માં બન્યું હતું. જેએમબી બાંગ્લાદેશમાં શરિયત કાયદો લાગુ પાડવા માગે છે. અનેક આતંકવાદી હુમલા કરાવવા બદલ તેના ઉપર 2005માં પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2007માં બે જજની હત્યા કરવા બદલ તેના ચાર નેતાઓને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાન તેની મદદથી બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવીને તેના ઉપર નિયંત્રણ કરવા માગે છે. આઈએસઆઈ તેની સીધી મદદ કરે છે. ઢાકા સ્થિત પાકિસ્તાન હાઇ કમિશનરના એક અધિકારીને 2015માં સંગઠનના લોકોને મદદ કરવા બદલ પકડવામાં આવ્યો હતો. અન્ય એક મહિલા અધિકારી આસામ અને પશ્ચિમ બંગાળના રસ્તે ભારતની નકલી નોટો બાંગ્લાદેશમાં લાવવાની મદદ કરી રહી હતી. તેને હાંકી કાઢવામાં આવ્યો હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો