તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Baghdad Motorbike Blast, Other Attacks Kill 52 In Iraq

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાનિસ્તાનમાં મોટરસાઇકલ દ્વારા કરાયેલા બોમ્બ વિસ્ફોટમાં 52નાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરાકમાં બગદાદનાં સદર શહેરમાં વિસ્ફોટકોથી લદાયેલી એક મોટરસાઇકલ વડે કરાયેલા વિસ્ફોટ તેમજ આતંકવાદીઓએ દેશભરમાં શિયા મુસ્લિમોને પોતાનાં લક્ષ્યાંક બનાવતા ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા છે.

ગુરુવારે બપોરે શિયા મુસ્લિમોની વસતિ ધરાવતા વિસ્તારનાં લોકોથી ઉભરાતા સેકન્ડ હેન્ડ બાઇકનાં બજારમાં પાર્ક કરેલી મોટરસાઇકલમાં બપોરે શક્તિશાળી વિસ્ફોટ કરાયો હતો, જેમાં 31 લોકો માર્યા ગયા હતા અને બીજા 51 ઘાયલ થયા હતા, તેમ ઇરાકનાં તબીબી અને પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આ બજારમાં મોટા ભાગે યુવાન પુરુષો જ તે સમયે હાજર હતા.

વિસ્ફોટ થયા પછી બજારની જમીન લોહીથી રંગાઇ ગઇ હતી, દુકાનોનાં કાચ તૂટીને વિખરાઇ ગયા હતા તેમજ જૂતા અને મોટરલાઇકલોનાં પાર્ટસ અહીં તહીં વેરવિખેર થઇ ગયા હતા. લોકો પોતાના સંબંધીઓની માહિતી મેળવવા માટે બૂમબરાણ કરતા હતા.

હજું એ સ્પષ્ટ નથી થયું કે આ વિસ્ફોટોની પાછળ કોણ જવાબદાર છે, પણ શિયાઓ સામેની હિંસા માટે વારંવાર સુન્ની મુસ્લિમોનાં જૂથ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેન્ટ (આઇએસઆઇએલ)ને દોષિત ઠેરવવામાં આવતું હોય છે. આ જૂથ અલ કાયદા સાથે સંકળાયેલું જૂથ છે.

ગત એપ્રિલથી બગદાદમાં છાશવારે બોમ્બ વિસ્ફોટો કરવામાં આવે છે. દેશમાં 2008માં પૂરા થયેલા યુદ્ધ પછીથી લોકો દ્વારા કરાયેલો શાંતિનો અનુભવ હવે ડહોળાઇ ગયો છે.

સુન્ની ઉગ્રવાદીઓ શિયા વિસ્તારોને નિશાન બનાવવા અને તેમના પોતાના જ ધાર્મિક સમુદાયનાં લોકોને ધમકીઓ આપવા માટે આત્મઘાતી બોમ્બરો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો