ઓસ્ટ્રેલિયા: પોલીસે પ્લેન હાઈજેક કરવાનું આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું, 4ની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન પોલીસે એરોપ્લેન તોડી પાડવાના આતંકી કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે. સિડનીના સબ અર્બન એરિયામાં ચલાવવામાં આવેલા અભિયાનમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટર્નબુલે રવિવારે આ અંગે જાણકારી આપી હતી.
 
આતંકી કાવતરાંની અગાઉથી આવી ગઈ હતી ગંધ
 
ટર્નબુલે કહ્યું કે, આતંકી કાવતરાંની ગંધ આવતાં જ ગુરુવારથી સિડની એરપોર્ટ પર સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાના ઈન્ટરનેશનલ અને ઘરેલુ એરપોર્ટ પર દિવસ-રાત સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવતું હતું. પ્લેન તોડી પાડવાના આતંકી કાવતરાને નિષ્ફળ કરવામાં ગત  રાતથી એક એન્ટી ટેરરિઝમ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને હાલમાં પણ ચાલુ છે.
 
પોલીસ અને સુરક્ષા એજન્સીને મળી હતી માહિતી
 
ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશ્ન એન્ડ્રુ કોલ્વિને કહ્યું કે, હુમલાના કાવતરા સાથે સંકળાયેલી જાણકારી મેળવવામાં આવી રહી છે. ટાઇમિંગ, લોકેશન સહિત અન્ય કેટલીક માહિતી પોલીસે એકઠી કરી છે. થોડા દિવસો પહેલા સુરક્ષા એજન્સીઓને સિડનીમાં કેટલાક લોકો આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન અમને ખબર પડી કે આ લોકોના નિશાન પર એવિએશન ઈન્ડસ્ટ્રી હતી.
 
પેસેન્જર્સને એરપોર્ટ પર બે કલાક વહેલા પહોંચવા PMની અપીલ
 
સુરક્ષા એજન્સીઓને તપાસ માટે પૂરતો સમય મળી રહે અને કોઈ તકલીફ ન પડે તે માટે  પીએમ ટર્નબુલે પેસેન્જર્સને બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવાની અપીલ કરી છે. આ ઉપરાંત ટ્રાવેલર્સને વધારે સામાન લઈને યાત્રા ન કરવા કહ્યું છે.
 
2014 પછી 13મી વખત આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું
 
જસ્ટિસ મિનિસ્ટર માઈકલ કીનને કહ્યું કે, 2014માં ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલાના ખતરાનું લેવલ વધારવામાં આવ્યા બાદ 13મી વખત આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું છે. જ્યારે પાંચ વખત આંતંકીઓ તેમના ઈરાદા પાર પાડવામાં સફળ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...